તાપીમાં ધોરણ ચારની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. વિદ્યાર્થિનીનું મોત અંગેનું કારણ જાણવા મળ્યું નથી. (નરેન્દ્ર ભુવચેત્રા, તાપી)
2/ 7
મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લામાં આવેલા ડોલવણની પંચોલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં વિદ્યાર્થિની મોત થયાની ઘટના સામે આવી છે.
3/ 7
પંચોલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં આજે શનિવારે નવ વર્ષીય વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી વિદ્યાર્થિનીઓએ ગીતા વાઘ નામની વિદ્યાર્થિનીની લાશ જોઇ હતી.
4/ 7
જેના પગલે વિદ્યાર્થિનીઓએ શાળા સંચાલકને જાણ કરી હતી. સંચાલકે પોલીસને જાણ કરી હતી.
5/ 7
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિની વલસાડના કપરાડાની રહેવાસી છે.
6/ 7
પોલીસે તેની લાશને પોસ્ટમોર્ટમ માટે વ્યારા મોકલી આપી છે. પોલીસે શાળાના શિક્ષકો સહિત અન્ય વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી હતી.
7/ 7
સાથે સાથે પોલીસ ઘટના સ્થળની પણ તપાસ હાથધરી હતી. જોકે, પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થિનીનું મોતનું કારમ પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે.
17
તાપીઃ પંચોલ ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ધો.4ની વિદ્યાર્થિનીનું મોત