

સુરતમાં મહિલા પીએસઆઈ અમિતા જોશીએ (Surat Amita Joshi Suicide) આપઘાત કરી લેતા પોલીસ માં વિભાગમાં ચકચાર મચી જવા પામી છે આજે મેરેજ એનિવર્સરીના દિવસે જ ડાયરીમાં સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લેનારા મહિલા પીએસઆઈ અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચથી કોન્સ્ટેબલમાંથી પરીક્ષા આપીને પીએસઆઈ બન્યાં હતાં. પીએસઆઇ બન્યા બાદ સુરતમાં નોકરી કરી છે. જોકે પતિ અને બાળક વતન ગયા બાદ આજે આ પગલું ભરતા પરિવાર સાથે પોલીસ વિભાગ પણ શોકમાં ગરકાવ થઇ ગયું છે


સુરત ના ઉધના પોલીસ મથકમાં ઇન્વે માં ફરજ બજાવતી મહિલા પીએસઆઇ અમિત જોશી એ આજે પોતાના ફાલસા વાળી ખાતે આવેલા પોતાના સરકારી કવોટરમાં સર્વિસ રિવોલ્વર માંથી પેટમાં ફાયર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી મૂળ ભાવનગર ખાતે ઘોઘાના વતની અમિતા જોશી અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ હતી.


જોકે 2013 માં ખાતાકીય પરીક્ષા પાસ કરીને પીએસઆઇ તરીકે નિમણુંક થી હતી જોકે પીએસ આઈ તરીકે પહેલી પોસ્ટીગ સુરત ખાતે આપવામાં આવી હતી સુરતમાં પીએસાઈ તરીકે સીધા કન્ટ્રોલમાં નોકરી પર ચડ્યાં હતાં. કન્ટ્રોલમાં નોકરી કર્યા બાદ ચારેક વર્ષ જેટલા સમય ગાળાથી તેઓ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં.


હાલ તેમની પાસે પટેલ નગર પોલીસ ચોકીનો પણ અમિતા જોશીના પતિ વૈભવ પણ હાલ પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ સચિન પોલીસમાં એમટી ડ્રાઈવર તરીકેની ફરજ બજાવી રહ્યાં છે. અમિતાના જોશીના પતિ અગાઉ ભાવનગરમાં ફરજ બજાવતા હતાં.


પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ બદલી કરાવીને સુરત આવ્યાં હતાં.જોકે મહિલા પીઆઈઆઈ ના પતિ હાલમાં બાળક અને માતા પિતા સાથે વતન ગયા છે જોકે આજે આ મહિલા પીએસઆઇ ની લગન ની એનવારસી હતી જેને લઈને પતિ સાથે કોઈ બાબતે ઝગડો થયા બાદ આ પગલું ભર્યાની વાત સામે આવી રહી છે.


જોકે આ બાબતે પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે જોકે મહિલા પીએસ આઈ પોતાની સર્વિસ રિવોલ્વર ફાયરિગ કરતા પોલીસ બેડામાં ચકચાર સાથે એક કર્મચારીના આ પગલાંને લઇને શોકનું મોજું ફાડી વાડિયું છે જોકે આ મહિલા અધિકારી સરળ સંભવ ની અને લોકોને મદદ કરવા માટે જાણીતી હતી આ પગલાંને લઇને તમની સાથે કામ કરતા કર્મકારી પણ એક વખત વિચારમાં પડી ગયા છે