કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં ગુનાખોરી ડામવા માટે ભૂતકાળમાં ગુનામાં સંડોવાયેલા હોય અને પોલીસ (surat police) પકડથી ભાગતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવાનું સુરત પોલીસે શરૂ કર્યું છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી પુણા વિસ્તારમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ (physical relation) બાંધી તેનું શારીરિક શોષણ કરી તેને અથવા નાના બાળકોને મારી નાખવાની ધમકી આપી ફરાર થયેલા આરોપીને સુરત પોલીસે ઉત્તરપ્રદેશના (Uttar pradesh) પ્રતાપગઢ જિલ્લાના લાલગંજ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં વધી રહેલા ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસે ગુનામાં સંડોવાયેલા હોય અને પોલીસ પકડથી નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટેનું ખાસ અભિયાન શરૂ કર્યું છે. પોલીસે છેલ્લા એક મહિનામાં સંખ્યા આરોપીઓને ઝડપી ફાયદા છે. ત્યારે વર્ષ 2016થી 2018 દરમિયાન મુકુલ શંભુનાથ સરોજ પોતાના વિસ્તારમાં રહેતી અને પનીર મહિલાને પોતાના પ્રેમજાળમાં ફસાવી જેની સાથે સબંધ કર્યા બાદ તેને વિશ્વાસમાં લઇ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જો કે મહિલાએ ના પાડતા લગ્નની લાલચ આપી અને ધાક ધમકી આપી તેના અને તેના બાળકોને મારી નાખવાનું કરીને યુવક દ્વારા અનેક વખત તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આ લગ્નનું દબાણ વધતાની સાથે આ યુવકે મહિલાને તરછોડી ભાગી છૂટયો હતો. તો કયાં મહિલાએ પોતાની સાથે થયેલી દુષ્કર્મની ઘટના ને લઈને સુરતના પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.