કિર્તેશ પટેલ, સુરતમાં ફરી વ્યાજખોરોનો (Usurers) અંતર સામે આવી રહ્યો છે સુરતના સિંગણપુર (Singanpur) વિસ્તારમાં રહેતા મોટીવેડના ખેડૂત પર વ્યાજખોર અમૃત રબારી અને તેની ટોળકી દ્વારા પાઇપ વડે હુમલો (Pipe attack) કરવામાં આવ્યો હતો જેને લઈને ખેડૂતોના હાથમાં અને પગમાં ફેક્ચર થઈ જવા પામ્યું હતું. ખેડૂતના ભાઈએ અમૃત રબારી પાસેથી લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા બાદ વ્યાજ ખોરપાસે રહેલા ચેક અને પ્રોમિસરી નોટ પરત આપવા માટે ૩૫ હજારની માંગણી કરી હતી. જેનો ખેડૂતોએ વિરોધ કરતાં તેના પર હુમલો કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે (Police station) પહોંચ્યો છે.
સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલી મોટી વેડ ખાતે કાનજી નગરમાં રહેતા કિશોર ભગુભાઇ પટેલ નાનાભાઈ કેતને અમૃત રબારી પાસેથી 2 લાખ દસ ટકા વ્યાજે લીધા હતા સિક્યુરિટી તરીકે બે લાખના ચેક અને પ્રોમિસરી નોટ લખી આપી હતી. કેતન દર મહિને 10% લેખે વ્યાજ ભરતો હતો અને મુજબની રકમ પૂરેપૂરી ચૂકવી દીધી છતાં રબારીએ બેંક ચેક અને પ્રોમિસરી નોટ આપી ન હતી.
અમૃત વધારાના વીસ હજારની માગણી કરી હતી કે તને પૈસા આપવાનો ઇનકાર કરતા અમ્રૂત છેલ્લા પંદર દિવસથી રાત્રે કિશોર ના ઘરે પૈસાની માગણી કરી ટાટીયા તોડી નાખવાની ધમકી આપતો હતો મોટીવેડ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે કિશોરને આતરી નંબર પ્લેટ વગરની કારમાં આવેલા અમૃત રબારી અને તેની સાથે આવેલા 2020 લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.