

પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર બે માળની ઝરીના કારખાના ધરાવતા બિલ્ડીંગનો સ્લેબ બેસી ગયો હતો. બિલ્ડીંગના એક ભાગનો સ્લેબ ધરાશાયી થતાં કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને 3 વ્યક્તિને રેસક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યાં હતાં.જયાં 21 વર્ષીય યુવકનું મોત નીપજયું હતુ. લાંબા સમયથી વિવાદમાં ચાલતી આ ઇમારતેને લઇને હાઇકોર્ટમાં પણ કેસ ચાલે છે.


સુરતના કતારગામ વસ્તાદેવડી સ્થિત આવેલ નીતા એસ્ટેટ નામનું બે માળનું જરીના કારખાના ધરાવતુ બિલ્ડીંગનો સ્લેબ અચાનક ધડાકાભેર બેસી ગયો હતો.એક ભાગનો સ્લેબ ધરાશયી થતાં એક મહિલા સહિત ત્રણ લોકો દબાયા હતા.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટનાસ્થળ પહોંચી રેસ્ક્યુ કરીને દબાયેલા ત્રણેય વ્યકતિને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર મળે તે પહેલા ત્રણ પૈકી 21 વર્ષીય યુવક શીવનરેશ ભોલેનું મોત નીપજયું હતુ.


વસ્તાદેવડી રોડ પર બે માળનું ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ પડ્યાની જાણ થતાં જ પાલિકાના મેયર જગદીશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જોકે ૫૦ વર્ષ જુના બિલ્ડીંગમાં છેલ્લા કેટલાય સમયથી અલગ બાંધકામ કરવામાં આવ્યું હતું મકાન માલિકની ભાડા ખાવાની લાલચે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપ્યું હતું.


ભાડે રેહતા લોકો અનેક વાર રજૂઆત કરી હતી અને પાલિકામાં પણ અનેકવાર રજૂઆત કરવામાં આવતા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આખરે મકાન ધરાશાઈ થયું હતું. જોકે બિલ્ડીંગનો ભાગ તૂટી પડતાં ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જયાં 21 વર્ષીય યુવકનું મોત નીપજયું છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો સીએફઓ સહિતના અધિકારીઓ સાથે દોડી આવ્યા હતા.