

ક્રિતેશ પટેલ, સુરતઃ સુરતમાં સતત ગુનાખોરી બધી રહી છે. ત્યારે આજે સમાન્ય બાબતે એક યુવાનને સુરતના વેડરોડ વિસ્તાર બીજા યુવાન પર ચપ્પુ વડે (knife attak) હુમલો કર્યો હતો. જેના લીધે યુવાન ગંભીર ઇજા થતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવીયો હતો. જ્યાં યુવાનું કરુણ મોત થયું હતુ. જોકે યુવાનની હત્યા જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈને તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ (cctv footage) થઈ હોવાને લઇને પોલીસે ગુણો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


સુરત આમતો ગુજરાત જેટલો ઝડપી વિકાસ કરી રહી છે. તેટલી ગુનાખોરી સતત વધી રહી છે. જોકે પોલીસ નિષ્ક્રિય તા પગલે હવે ગુનેગારોમાં પોલીસ અને કાયદાની કોઈ બીક રહી નથી. ત્યારે સતત સુરતમાં સામાન્ય બાબતે હત્યા ઘટના બનતી હોય છે. ત્યારે આજે વધુ એક ઘટના બનવા પામી છે.


સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ વેડરોડ ખાતે સાંજ થતા ધમાલ ચકડી મચી હતી. વેડરોડ વિસ્તાર આવેલ પ્રાણનાથ હોસ્પિટલ પાછળ રહેતો અમિત જાળીયા આજ વિસ્તારમાં ત્રિવેણી સોસાયટીમાં રહેતા પરેશ નામના યુવાન સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જોકે પરેશે અમિતને ઠપકો આપ્યો હતો તે વાતનું લાગી આબતા આજે સાથે અમિત ચપ્પુ જેવા હથિયાર સાથે પરેશને મારવા તેની સોસાયટીમાં પોહચી ગયો હતો.


જોકે અમિત ચપ્પુ લઇને જતા સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા. અને અમિતને સમજવાનો પ્રયાસ કર્યા હતો. પણ અમિત કોઈ બાબતે સમજવા તૈયાર ન હતો અને ચોપુ સાથે સમગ્ર વિસ્તારમાં ધમાલ ચકડી મચાવી હતી.


જોત જોતામાં અમિતે પરેશ ચપ્પુ મારી દેતા પરેશ ગંભીર રીતે ઇજા થઇ હતી. જોકે સ્થાનિક લોકો પરેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે પરેશ તબીબો સારવાર કરે તે પહેલાં તેને દમ તોડી નાખ્યો હતો.


જેને લઇને તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે ઘટનાની જાનકરી મળતા બીજી બાજુ પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી ગઈ હતી. તો બીજી બાજુ ચપ્પુના ધા મારી અમિત ત્યાંથી ભાગી છૂટ્યો હતો.


જોકે પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ પરેશના મોતના સમાચાર સમગ્ર વિસ્તાર ફરી વળતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી.