

વિભુ પટેલ, અમદાવાદ : કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. બસની સુવિધા સાથે પ્લેનની સુવિધા ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે. રૂપિયા 691 કરોડના ખર્ચ 80 કિલોમીટરની રેલવે લાઇન અને (Train to statue of Unity) રેલવે સ્ટેશન તૈયાર થશે.વડોદરાથી ડભોઇ 30 કિલોમીટરની લાઇન, તેમજ ડભોઈથી ચાંદોદ 18 કિલોમીટરનો ટ્રેક તૈયાર થઈ ગયો છે.


ચાંદોદ થી કેવડિયા 32 કિલોમીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે.અને ડભોઇ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે.ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું છે કે કેવડિયા સુધી ટ્રેન પહોંચાડવા 2ડિસેમ્બર 2020ના અંત સુધીમાં કામ પૂર્ણ થશે.


અમદાવાદ ડિવિઝન પી.આર.ઓ પ્રદીપ શર્મા જણાવ્યું હતું કેવડિયા સુધી ટ્રેન પહોંચવા માટેના પ્રોજેક્ટન પુરજોશથી ચાલી રહ્યું છે.વડોદરાથી સીધા કેવડીયાની જોડવા માટે 80 કિલો મીટર નો રેલવે ટ્રેક નાખવામાં આવ્યો છે..ત્રણ રેલવે સ્ટેશન બનશે.જેમાં એક કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગ નું કામ ચાલી રહ્યું છે.ક્લાસવન રેલવે સ્ટેશન કેવડીયામાં બનશે.અને પ્રવાસન સ્થળને વેગ મળશે.


સી પ્લેન બાદ રેલવેનો મહત્વ પૂર્ણ પોજેક્ટ પણઝડપથી પૂર્ણ કરવા આવશે.જેના કારણે દેશના કોઈ પણ જગ્યા થી આવતા પ્રવાસીઓને આસાનીથી પરિવહન સેવા ઉપલબ્ધ થશે.અતિઅધુનિક સિસ્ટમથી સજ્જ હશે કેવડીયાનું રેલવે સ્ટેશન. પ્રથમ તસ્વીર પણ જોઈ લો ડભોઇ અને કેવડિયા રેલવે સ્ટેશનની.જોકે ડિસેમ્બર ના અંત સુધીમાં કામ પૂર્ણ થાય તેવી શકયતા પણ છે