<br /> કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરને અડીને આવેલી તાપ્તી વેલી સ્કુલની દાદાગીરી સામે આવી છે. તાપ્તીવેલી સ્કુલ દ્વારા બે વિદ્યાર્થીઓને એલ સી આપી દેવામાં આવ્યા છે જેમાં અક્ષોભનીય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તો શાળા છોડવાના પ્રમાણ પત્રમાં ફક્ત કારણ લખીને આપવાનું હોય છે પરંતુ શાળા દ્વારા નિયમોથી ઉપરવટ જઇને જે ભાષા લખીને છે તેનો વાલી અને વાલીમંડળ વિરોધ કરી રહ્યા છે.
સુરત ખાતે આવેલી તાપ્તીવેલી સ્કુલ દ્વારા ખુલ્લી દાદાગીરી કરવામાં આવી રહી છે. વાલી દ્વારા સ્કુલની ફી ભરી દેવામાં આવી છે જેમાં માત્ર વર્ષ 2019-20ની ફક્ત 7750 રૂપિયા ફી બાકી બોલે છે માત્ર આટલી ફી બાકી હોવા છતાં બંને બાળકોના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં બાળક તેમની શાળાના સ્ટાન્ડર્ડનું ન હોવાનો ઉલ્લેખ કરાયો તો વાલી ને શાળા ફીના એક પ્રમાણપત્રમાં 1,23,000 અને બીજા પ્રમાણપત્રમાં 1,39,000 ના ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવ્યા છે.
આમ જોવા જઇએ તો બાળકો અને તેમના વાલીનું આ રીતે અપમાન યોગ્ય ન ગણી શકાય આ સમગ્ર મામલે વાલી દ્વારા હાલમાં જીલ્લાના પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસરને જાણકારી આપવામાં આવી હતી. અને તેમને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જો કે આ અગાઉ પણ શાળા દ્વારા આ બંને બાળકોને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં પણ ધાંધિયા કર્યા હતા.
જો કે વાલી મિડિયા સાથે વાત કરતા કરતા રડી પડ્યા હતાં અને જો તેમને ન્યાય ન મળે તે તેઓ આત્મહત્યા પણ કરી લેશે કારણ કે શાળા દ્વારા જે તેમની બેઇજ્જતી કરવામાં આવી છે તે તેઓ સહન નથી કરી શકતા સમગ્ર મામલે હાલ જીલ્લાના પ્રાઇમરી શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલો સાંભળ્યો હતો અને તેઓ સ્કુલ પાસે શાળા છોડ્યાના પ્રમાણપત્રમામ શા માટે આવા શબ્દો લખવામાં આવ્યા છે તેનો ખુલાસો માંગશે.