ચોરોએ સુરત પોલીસની ઊંઘ હરામ કરી, કાપોદ્રા વિસ્તારમાં 5 કલાકમાં ત્રણ દુકાનોને બનાવી નિશાન
મંગળવારે અમરોલી વિસ્તાર માં જવેલર્સની દુકાનના શટર ઉંચા કરીને ચોરીની ઘટનાને અજામ આપ્યા બાદ આજ (ગુરુવાર) રોજ ફરી આ જ ગેંગ દ્વારા ફરી પોતાનો કસબ અજમાવી ચોરીને અંજામ આપ્યો હતો. સુરતના વરાછા, કાપોદ્રા અને અમરોલીમાં શટર ઉંચા કરી ચોરી કરતી ગેંગના ત્રાસથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.


સુરતમાં (surat city) જાણે તસ્કરોને (thief) ખુલ્લો દોર મળી ગયો હોય તેવું લાગે છે. ગતરોજ અમરોલી વિસ્તારમાં પોતાનો તરખાટ માચાવ્યો હતો. જોકે આ ઘટના 24 કલાક થયા નથી ત્યારે ફરી એક વાર કાપોદ્રા વિસ્તારમાં આવેલી યોગીચોકની શિવ દર્શન સોસાયટીની ત્રણ દુકાનોને નિશાન બનાવી રોકડ રૂપિયા મળી હજારોની ચોરી કરી ભાગી ગયા હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં (police station) નોંધાઈ છે. એક જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી ગેંગ ફરી એકવાર સીસીટીવીમાં કેદ (CCTV) થઈ ગઈ છે. ત્યારે પોલીસનું પેટ્રોલિંગ (Police patroling) અને તપાસ કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. (કિર્તેશ પટેલ, સુરત)


સુરતના વરાછા, કાપોદ્રા અને અમરોલીમાં શટર ઉંચા કરી ચોરી કરતી ગેંગના ત્રાસથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગતરોજ અમરોલી વિસ્તારમાં જવેલર્સની દુકાનના શટર ઉંચા કરીને ચોરીની ઘટનાને અજામ આપ્યા બાદ આજ (ગુરુવાર) રોજ ફરી આ જ ગેંગ દ્વારા ફરી પોતાનો કસબ અજમાવી ચોરીને અંજામ આપ્યો હતો.


આ ગેંગ દ્વારા સમગ્ર વિસ્તાર તરખાટ મચાવ્યો છે. જોકે આ વખતે કાપોદ્રા વિસ્તારમાં આવેલ યોગી ચોક નજીક શિવદર્શન સોસાયટીની ત્રણ દુકાનોને નિશાન બનાવી શિવદર્શન સોસાયટીમાં તેમની 3 દુકાનના તાળાં માત્ર 5 કલાકની અંદર જ તૂટ્યા છે. આઈસ્ક્રીમ અને મેડિકલ સ્ટોર સહિત ત્રણ દુકાનમાંથી તસ્કરો માત્ર રોકડ રૂપિયા જ લઇ ગયા છે.


જોકે, ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ છે. ઘટનાને લઈ સ્થાનિક વેપારી ઓમાં રોષ ફેલાઈ જતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી જઈને આ મામલે તાપસનો ધમધમાટ શરૂ કર્યો હતો.