

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં તાપી નદીના કાંઠે આવેલા કૉઝમાં ખૂલતા વેત જ આપઘાતની ઘટના બની છે. શહેરમાં છેલ્લા 65થી વધુ દિવસોનું લૉકડાઉન જ્યારે હળવું થયું કે તુરંત ગોઝારી ઘટના બની છે. સુરતમાં લૉકડાઉનની છૂટછાટ મળતા જેવા લોકો બહાર આવ્યા કે પ્લમ્બરે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે.


આજે શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા કોઝ-વે વીયર પરથી એક વ્યક્તિએ તાપીમાં મોતની છલાંગ લગાવી હતી. ફાયર વિભાગે પીડિતની લાશને બહાર કાઢી હતી. લૉકડાઉનમાં આ વ્યક્તિ માનસિક તણાવ અનુભવતો હોવાનું જાણવા મળ્યું છે.


3 મૃતદેહની તપાશ કરતા તે વીઆઈપી રોડ પર રહેતા જયેશ ભાઈ ઉ.વ. 65 હોવાનું ખૂલ્યું હતું. મૃતક પ્લમ્બર કામ કરતા હતા અને લૉકડાઉનમાં ધંધો બંધ થઈ જતા આર્થિક સંકડામણ અનુભઊવતા હતા.


આર્થિક સંકડામણના કારણે માનસિક રીતે નાસપીસા થયેલા પ્લમ્બરે આજે વીયર ખૂલતાની સાથે જ ઝંપલાવ્યું હતું. જોકે, નજરે જોનારા લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ ત્યા સુધીમાં તેના રામ રમી ગયા હતા.