

કિર્તેશ પટેલ, સુરત : વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની અસર ભારતના સ્થાનિક વ્યવસાય ઉપર પણ પડી રહી છે. સુરતમાં છેલ્લા કેટલાંય વર્ષોથી સાડી ઉપર વેલ્યુ એડીશન કરવામાં આવે છે. સાડી સાથે અલગ અલગ કાપડો ઉપર વેલ્યુ એડીશન કરવામાં આવે છે. હાલ ચાઇનાથી આવતા સ્ટોનના આયાત ઉપર પ્રતિબંધને લઇ વેપારીઓને કરોડોનું નુકશાન થઇ રહ્યું છે.


ચીનમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ચીનની સાથે સાથે વિશ્વના કેટલાંય દેશોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ભારતમાં પણ ચીનથી સામાનની આયાત બંધ કરવામાં આવતા ભારતના વ્યવસાયોને પણ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. સુરત ખાતે પણ ઉદ્યોગોને ચીનના કોરોના વાયરસને લઇને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. સુરતમાં ખાસ કરીને સાડી અને અન્ય કાપડો ઉપર વેલ્યુ એડીશન કરવાનું કામ સારૂ એવુ ચાલી રહ્યું છે. વર્ષે કરોડો રૂપિયાનો વેલ્યુ એડીશનનો વ્યવસાય સુરત ખાતે છે. વેલ્યુ એડીશનમાં વપરાતા તમામ સ્ટોન ચાઇનાથી આવે છે. અને હાલ ચાઇનાથી આવતા સ્ટોન ઉપર પ્રતિબંધ હોવાને કારણે સ્ટોન નથી આવતા તેથી સ્ટોનમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે નાનો વેપાર અને વેલ્યુ એડીશનનું કામ કરતા લોકો બેરોજગારી તરફ વળી રહ્યા છે.


સુરત ખાતે હાલ જે વેલ્યુ એડીશનનું કામ કરવામાં આવે છે તેમાં જે સ્ટોન વપરાય છે તે તમામ સ્ટોન ચાઇનાથી આવે છે. ભારતમાં પણ સ્ટોન બને છે પરંતુ આ સ્ટોનની શાઇનિંગ ઓછી હોવાને કારણે ચાઇનાના સ્ટોનની ડિમાન્ડ માર્કેટમાં વધારે છે. ચાઇનાના સ્ટોનમાં શાઇનિંગ વધુ આવતી હોવાને કારણે આ સ્ટોન લોકો વધુ પસંદ કરે છે ઉપરાંત વેપારીઓ પણ આ સ્ટોનનો વપરાશ માંગતા હોવાને કારણે પણ કામ કરવાવાળા ચાઇના સ્ટોન માંગે છે સ્ટોન હાલ ચાઇનાથી આવતા બંધ થવાને કારણે સ્ટોન લગાવતા લોકો બેકાર બની રહ્યા છે


જોકે સ્ટોન નહીં મળતા છેલ્લા લાંબા સમય ડાયમંડ ઉધોગ માં હતા પણ ડાયમંડ ઉધોગ માં મંદી આવતા 2008 માં બાદ સાડીમાં સ્ટોન લાગવાનું કામ પત્ની કરતી હતી જેને લઇને પોતે આ વેપાર માં આવી ગયા અને જોત જોતામાં આ ઉધોગ માં સારી કામની કરવા લાગીયા જોકે હાલમાં કામ તો ખુબજ છે પણ સ્ટોન માલ મળતો નથી જેને લઇને હાલ આ ઉધોગ માં પણ મંદી જોવા મળી રહી છે