

કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat diamond king) ડાયમંડ કિંગ અને સુરતના અડાજણ વિસ્તારમાં (Adajan surat) ગજેરા ગ્લોબલ સ્કૂલના (Gajera Global school) ટ્રસ્ટી (Trustee) વિરુદ્ધ અડાજણ પોલીસમાં (Adajan Police) તેમની શાળાની એક શિક્ષિકા દ્વારા શારીરિક છેડછાડ (Teacher Filed FIR of Molestation) કર્યાની ફરિયાદ આપતા પોલીસે આમામલે ગુનો નોંધી આ મોટું માથું ગણાતા ચુની ગજેરા વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં મોટી શાખ ધરવાત ગજેરા સામે મહિલાએ જે આક્ષેપો કર્યા છે તે ખૂબ જ સંગીન છે જે જાણીને કોઈ પણ વ્યક્તિને આંચકો લાગી શકે છે.


સુરતના કતારગામ (Katargam) વિસ્તારના ભૂતકાળના (Ex MLA dhiru gajera) ધારાસભ્ય ધીરુ ભાઈ ગજેરાના મોટા ભાઈ અને ડાયમંડ ઉધોગમાંના કિંગ ગણાતા અને પોતાની અલગ ઓળખ ઉભી કરતા ચુની ગજેરા સુરતના અડાજણ વિસ્તારમાં ગજેરા ગ્લોબલ સ્કૂલ (gajera gloabal school) ધરાવે છે જોકે તે પોતે ઉધોગપતિ પણ છે. પણ થોડા સમય પહેલા તેમના ભાઈ વસંત ગજેરા દ્વારા ખેડૂતની જમણી પચાવી પડી હોવાનું સામે આવતા અને ખેડૂત દ્વારા ફરિયાદ કરતા ઉમરા પોલીસે તેમની ધરપકડ કરી હતી જેને લઈને તે વિવાદમાં આવ્યા હતા.


ત્યાર બાદ વધુ એક ગજેરા પરિવાર વિવાદમાં આવ્યુ છે. ચુની ગજેરાની તેમની શાળા એક શિક્ષિકાએ ચુની ગજેરા વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગજેરા ગ્લોબલ સ્કૂલ ના ટ્રસ્ટી ચુની ગજેરા દ્વારા તેમની શારીરિક છેડછડ કરવામાં આવી છો જોકે આ મહિલાની ફરિયાદ ના આધારે અડાજણ પોલીસે આ મામલે ગુનો નોંધી આ ઉધોગ પતિ અને સૌરાષ્ટનું મોટું નામ ધરાવતા ચુની ગજેરાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.


આ મામલે એસીપી પટેલે જણાવ્યું કે 'મહિલાએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદમાં તેમને સ્કૂલમાં મેસેજ આવતા હતા, ઑફિસમાં બોલાવ્યો હોવાનો આક્ષેપ છે. મહિલા શિક્ષીકાએ જણાવ્યું કે તેમને અયોગ્ય મેસેજ કરવામાં આવ્યા હતા.


જોકે, ફરિયાદમાં ચુની ગજેરાનું અને ગજેરા ગ્લોબલ સ્કૂલનું નામ સ્પષ્ટ હોવા છતાં પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં મગનું નામ મરી પાડ્યું નહોતું. પોલીસે કહ્યં કે આ હાલના તબક્કે આ પ્રકારના આક્ષેપોમાં પુરાવા ન મળે તો નામ આપવું યોગ્ય નથી.


મહિલાએ મીડિયાના કેમેરા સામે જણાવ્યું હતું કે ટ્રસ્ટીએ તેમને શાળા સિવાયની અન્ય એક કચેરીએ બોલાવ્યા હતા અને તે પહોંચ્યા ત્યારે ટ્રસ્ટી અભદ્ર અવસ્થામાં હાજર હતા અને તેમની સાથે અણછાજતું વર્તન કર્યુ હતું. મહિલાએ કહ્યું કે 'ચુની સરે મને બોલાવી ખૂબ માન આપ્યું ચા પાણી કરાવ્યા ત્યારબાદ મારી નજર તેમના પેન્ટની ઝીપ પર પડી. તેમનું ગુપ્તાંગ પેન્ટની બહાર હતું. તેમણે કોઈ દવા લીધી હોય અને મારી રાહ જોઈ રહ્યા હોય તેવું મને લાગ્યું હતું. મેં કહ્યું કે સાહેબ હું મજબૂર જરૂર હોઇશ પરંતુ હું બજારૂં નથી.'