

કિર્તેશ પટેલ, સુરત : કોરોના વાયરસનું સક્ર્મણ ન થાય તે માટે તંત્ર દ્વારા લૉકડાઉન આપવામાં આવ્યુ છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા પેરામેલિક્ડ સ્ટાફ કોરોના વાયરસની ચપેટમાં ન આવે તેથી સુરતનાં યુવાનો દ્વારા એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. જે દર્દી પાસે જઇને જરૂરી વસ્તુ પુરી પાડે છે. જોકે, આ રોબોટ આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યો છે.


કોરોના વાયરસનું સક્ર્મણ અટકાવવા તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે. સાથે સાથે સોશલ ડિસ્ટન્સિંગ રાખવા માટે તંત્ર દ્વારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દી જ્યાં સારવાર લે છે ત્યાં કામ કરતા પેરામેલિકલ સ્ટાફ આ વાયરસનાં સક્ર્મણમાં આવાનો સૌથી વધુ ખતરો હોય છે.


ત્યારે ત્યાં કામ કરતા પેરામેડિકલ સ્ટાફ દર્દીનાં સંપર્કમાં આવ્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે સુરતનાં યુવાનો દ્વારા એક રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટીલનો આ રોબોટ 25 કિલો સુધી વજન ઉપાડી શકે છે.


આ રોબોટ રિમોટથી ચાલે છે. આ રોબોટ દર્દીની દવા સાથે પાણી અને જમવાનું મુકીને તેમના સુધી પોહ્ચાડવામાં સૌથી વધુ મદદ કરે છે. જેને લઇને કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં પેરામેડિકલ સ્ટાફ નહિ આવે ને તેમને કોરોના વાયરસ લાગવાનો ભય નહિ રહે. આ રોબોટ આજે સુરતની નવી સિવિલ હોસ્પિટમાં આપવામાં આવ્યો છે. જોકે આવો રોબોટ આખ ભારતમાં પહેલો હોવાનું અનુમાન છે.