કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં આવેલી સુમુલ ડેરી (Sumul Dairy)એ અમૂલ ગોલ્ડ (Amul Gold Milk) દૂધના એક લીટરે ભાવમાં બે રૂપિયાનો વધારો કરતા સુરતના ગ્રાહકો સાથે છેતરપિંડી (Cheating) કરાતી હોવાના આક્ષેપ સાથે યૂથ કૉંગ્રેસ (Surat Youth Congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ મામતે આંજથી સાત દિવસમાં સુમુલ ડેરીના સંચાલકો છેતરપિંડી બંધ નહીં કરે તો યૂથ કૉંગ્રેસ આંદોલન સાથે ડેરી સામે વિરોધ પ્રદર્શન કરશે.