1/ 5


કિર્તેશ પટેલ, સુરત : સુરતનાં સ્વાતિ જાની મિસિસ ઇન્ડિયા યુનિવર્સ બનતા ગુજરાતીઓનું નામ રોશન કર્યું છે. ગઇકાલે દિલ્લી ખાતે યોજાયેલ મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ મેળવી સ્વાતિ જાની આજે સુરત આવી રહ્યાં છે.
2/ 5


સ્વાતિ જાનીને મિસિસ ઇન્ડિયા યુનિવર્સનું ખિતાબ મળતા તેમના પરિવાર અને આખા સુરતમાં હર્ષની લાગણી છવાઇ ગઇ છે.
3/ 5


મહત્વનું છે કે, સ્વાતિ જાનીને બેંગ્લોર ખાતે ઇન્ડિયા લીડરશિપ-2019 એવોર્ડ સમારોહમાં ‘મોસ્ટ એન્ટરપ્રાઇઝિંગ વુમન ફોર ફેશન વિયર એન્ડ એસેસરીઝ ઇન સુરત’ માટે એવોર્ડ એનાયત થયો હતો. આ પહેલાં તેઓ મિસિસ યુનાઇટેડ ભારત-2019માં વિનર રહી ચૂક્યાં છે. તેમજ મિસિસ ફોટોજેનિક ઓફ ગેલેક્સી ક્વીન ઓફ ઇન્ડિયાનો ખિતાબ પણ મળ્યો છે.
4/ 5


આ પહેલા પણ સ્વાતિને મિસિસ બ્યુટીફુલ સ્માઇલ યુનાઇટેડ ભારત અને મિસિસ ટેલેન્ટેડ યુનાઇટેડ ભારતનો એવોર્ડ પણ એનાયત કરાયો હતો.
Loading...