

કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat)અલથાણમાં શેરબજારના વ્યવસાયીએ (Stock Martket Trader) આપઘાત કરતા ચકચાર મચી (Suicide) જવા પામી છે.વેપારી ઓક્સિજન માસ્ક વડે કાર્બનમોનોક્સાઇડ લઈ કારમાં આપઘાત કર્યો હતો. અને ત્યાર બાદ કારમાં ડોન્ટ ટચ મી, કોલ પોલીસ લખ્યું હતું. આ વેપારી છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતો. અને ત્યાર બાદ આપઘાત કરતાં રહસ્ય વધુ ઘેરાયું છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.


સુરતના દિવસેને દિવસે આપઘાતની ઘટના વધારો થઈ રહ્યો છે કોરો ના કાળ બાદ શહેરમાં લોકોના વેપાર-ધંધાના ચાલતા હોવાના કારણે આપઘાતના પગલાં ભરતા હોય છે ત્યારે અલથાણમાં એક વેપારીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ઓક્સિજન માસ્ક વડે કાર્બન મોનોક્સાઈડ લઈ આપઘાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી


આ યુવાન વેપારીની લાશ અલથાણ વિસ્તારમાં આવેલી સોહમ સર્કલ પાસેથી એક i20 કાર માંથી મળી આવી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સાથે જ ફાયર અને 108 ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી વેપારીએ ડોન્ટ ટચ મી કોલ પોલીસના કાગળ પર બેન લખીને આપઘાત કરી લીધો હતો


આ વેપારી સંદીપ બજરંગ દાલમિયા શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને છેલ્લા ત્રણ દિવસથી વેપારી ગુમ હતો જોકે પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં મારી રીતે મરું છું ની એક લાઈન લખવામાં આવી હતી આપઘાત કર્યા બાદ કારને ફાયર સેફટી સાથે ખોલવામાં આવી હતી


કારમાં મૃતદેહ ઉપરાંત બે કાર્બન મોનોક્સાઈડની બોટલ પણ મળી આવી હતી જેથી વેપારીએ કાર્બન મોનોક્સાઈડ લઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે જોકે વેપારી જે રીતે ગુમ હતો લાશ મળી આવી છે તેને લઈને આપઘાત પાછળનું રહસ્ય ઘેરાયું છે.