

કિર્તેશ પટેલ, સુરત : સુરતના સરથાણા વિસ્તારમાં (Surat Sarthana) આવેલા એક મસાજ પાર્લરમાં (Spa) કામ કરતી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ યુવતીના મૃત્યુનું (Death of Girl) રહસ્યુ ઘુંટાઈ રહ્યું છે ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ સ્પા સુરતના (Surat Spa) સરથાણા વિસ્તારમાં આવેલા વાઇસરોય શોપિંગ સેન્ટરમાં આવેલું છે. મૃતક યુવતીનું નામ પૂજા ડાંગર હોવાની માહિતી સામે આવી છે.


બનાવની વિગતો એવી છે કે આજે સવારે સરથામાના અવધ વાઇસરોય શોપિંગ સેન્ટરમાં આવેલા મસાજ પાર્લરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીનું મૃત્યુની જાણ થતા લોકોએ આ યુવતીના મૃતદેહ અંગે પોલીસેને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા મૃત યુવતીનું નામ પૂજા ડાંગર હોવાનું ખુલ્યું હતું.


પૂજા મસાજના વ્યવસાય સાથે કામ કરતી હતી. પોલીસની પ્રાથમિક વિગતોમાં પૂજા એસ્કોર્ટિંગમાં સંકળાયેલી હોવાની પણ વિગતો છે. જોકે, આ યુવતીને નશીલા પદાર્થોના સેવનની લત લાગી હોવાની વિગતો સામે આવી છે.


ગઈકાલે પણ પૂજાએ નશીલા પદાર્થોની ટીકડીઓનું સેવન કર્યુ હોવાની વિગતો સામે આવી છે. જોકે, પોલીસને સ્પામાંથી નશીલા પદાર્થોની ટીકડીઓ મળી આવી છે. પોલીસે પૂજાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવાવની તજવીજ હાથધરી છે. તેના પોસ્ટમોર્ટમમાંથી મૃત્યુનું સાચું કારણ જાણવા મળી શકે છે.


જોકે, સુરત પોલીસને આ સ્વરૂપવાન યુવતીના મૃત્યુમાં અનેક નવા પાસા જાણવા મળી શકે છે. હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે પરંતુ તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મોબાઇલ ફોનની તપાસમાંથી નવી વિગતો સામે આવી શકે છે. ઘટનાના પગલે સમગ્ર શોપિંગ કૉમ્પલેક્ષમાં સોપો પડી ગયો હતો.