સુરતના સૌથી પોશ ગણાતા એવા પીપલોદ વિસ્તારમાં આવેલી સિક્યુરિટી ઓફિસમાં કામ કરતો જ કર્મચારીએ કબાટમાં રહેલા 20 લાખ રૂપિયા કબાટનો દરવાજો કાપીને ચોરી કરી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા ઉમરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યારે આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાની જાણકારી મળતાં પોલીસે ઉત્તર પ્રદેશ સુધી તપાસ લંબાવી જ્યાં આગળ આરોપી તો ન મળ્યો પણ આરોપીનો ભાઈ 12 લાખ રૂપિયા સાથે ઝડપાઇ જતાં પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઉત્તર પ્રદેશનાં હતો જેને લઈને સુરતની ઉમરા પોલીસને ઘટનાની જાણકારી આપતા જ ઉમરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જો કે આરોપી ઉત્તર પ્રદેશનો વતની હોવા સાથે ઉત્તર પ્રદેશ જતા રહ્યા હોવાની જાણકારી મળતાની સાથે જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીની ઉત્તર પ્રદેશ પોલીસ સાથે શોધખોળ શરૂ કરી હતી ત્યાં આરોપી પોલીસનાં હાથે લાગ્યો ન હતો.પણ મોહનસિંહનો ભાઈ શિવકુમાર પોલીસનાં હાથે લાગી ગયો હતો.
પોલીસે ચોરીનાં બાર લાખ રૂપિયા આરોપી મોહન સિંહનાં ભાઇ શિવ કુમાર પાસેથી કબજે કર્યા હતા પોલીસે ત્રણ જેટલા મોબાઇલ પણ કબજે કરી શિવકુમારને લઈને સુરતની ઉમરા પોલીસ સુરત આવી હતી અને આ મામલે આરોપીની ધરપકડ કરી હતી અને આ ગુનામાં વધુ તપાસ શરૂ કરી હતી જોકે આ સમગ્ર ચોરીનાં કેસમાં સંડોવાયેલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસ તેને પકડી પાડવા માટે ની કામગીરી કરી રહી છે