કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) સ્પાની (Spa) આડમાં લલનાઓ પાસે દેહ વેપાર (Racket) કરાવી અને ગોરખધંધા ચાલતા હોવાની સતત સુરત પોલીસને (Surat Police) ફરિયાદ મળી રહી છે જ્યારે સુરતના ગોડાદરા (Godadara) વિસ્તારમાં આ પ્રકારના ગોરખધંધા ની જાણકારી મળતા પોલીસે છાપો (Raid) મારી 6 લલના અને બે ગ્રાહકોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં દેહવેપારના ધંધામાં એ પ્રકારે વેગ મળી રહ્યો છે તેને લઈને સામાન્ય વ્યક્તિઓ હેરાન થઇ રહ્યા છે જોકે આ મામલે સતત પોલીસ કંટ્રોલરૂમને ફરિયાદો મળી રહી છે ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મિડાસ સ્કેવર નામના બિલ્ડિંગ માં પણ આજ પ્રકારે સ્પાની આડમાં મસાજ પાર્લરના નામે ધંધો ચાલતો હોવાની ફરિયાદ સુરત પોલીસને મળતા ગઈકાલે મોડી સાંજે પોલીસે આ મામલે છાપો માર્યો હતો.