કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં ફરી (Surat) એક વાર માદક પ્રદાર્થોનું વેચાણ થવાની હકીકતના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ વખતે એક નહીં પણ બે ઈસમો શહેરના લગોલગો વિસ્તારમાં અફીણનો વેપાર કરતા હોવાનું સામે આવ્યુ હતું. જોકે આરોપીઓ અફીણના ડોડવા લઈને સુરત વેપાર કરતા હોવાને લઈને પોલીસે તેમની ધરપકડ કરી છે.
સુરત શહેર હવે ક્રાઈમ સીટી બની રહ્યું છે અને ખાસ દારૂ સાથે નશીલા પદાર્થો પણ ખુલ્લેઆમ મળી રહ્યા છે જેમાં આજની યુવા પેઢી નશાના રવાડે ચડી હોય તેમ અલગ અલગ પ્રકારના નશાઓ કરતા જોવા મળે છે અને વેચવા પર પ્રતિબંધ હોવા છતાં નશીલા પદાર્થો વેચી પોલીસને પડકાર ફેકતા હોય છે તેવામાં સુરતના વરાછા પોલીસ મથકની હદમા પણ માદક પદાર્થનો વેપલો થઈ રહ્યો છે અને વરાછાના ઘનશ્યામ નગરમાં અફીણ વેચાય રહ્યું છે તેવી બાતમી મળતાપોલીસે આ મામલે વોંધ કરી આ જગ્યા પર દરોડા પાડ્યા હતા.
મૂળ રાજસ્થાનના બુદ્ધરામ બિશ્નોઇ નામના ઈસમને ઝડપી પડી આ ઇસમના ઘરેથી પોલીસ ને અફીણના ડોડવા અને અને કથ્થઈ કલરનું ઘાટું પ્રવાહી મળી આવ્યું હતું. જ્યા એક ઇસમ તે સાચવીને બેઠો હતો જે અફીણ હોવાનું સામે આવ્યું હતું. જેને કબજે કરી વરાછા પોલોસ મથકમાં આરોપીને લાવી પૂછપરછ કરતા જેમની પાસેથી માલ ખરીદી કરી તે ડીંડોલી ખાતે રહેતો હોવાનું જાણવા મળતા વરાછા પોલીસે ડીંડોલી મહાદેવ નગરમાં સાવરિયા ગ્લાસ નામની દુકાનમાં રેડ કરતા દુકાનમાંથી પોષ ડોડાઓ જે અફીણ કેહવાય છે આમ તમામ મુદામાલ સાથે અન્ય એક સાથે બે આરોપીની ધરપકડ કરી હતી.
આમ સુરત માં પહેલી વાર અફીણ ડોડા મળી આવતા પોલીસ માટે પહેલા તો મુશ્કેલી હતી પણ પાછળથી અફીણ તરીકે ઓળખ થઇ હતી જોકે સમય પહેલા એમડી ડ્રગ અને ગાંજાનો જથ્થો પણ ઝડપી પડ્યો હતો આમ સુરત માં નશીલા પ્રદાર્થનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહીયુ છે તેના પર રોક લાગવા માટે પોલીસ સતત આવા લોકોને ઝડ[પી પાડવાનું કામ કરી રહી છે