કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) લાંબા સમયથી ગાંજાનો જથ્થો લેવામાં આવે છે જોકે અમરોલી વિસ્તારમાં લેવામાં આવીયો હોવાને લઇને પોલીસે દરોડા પાડીને ખુલ્લી જગ્યામાં સંતાડેલ ગાંજાનો (marijuana) જથ્થો ઝડપી પડ્યો છે અંદાજિત 394 કિલોગ્રામ જેની કિંમત 23 લાખ રૂપિયા થાય છે જેને કબજે કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. (પ્રતિકાત્મક તસવીર)
સુરતમાં રેલવે મારફતે લાંબા સમયથી ગાંજાનો જથ્થો લેવામાં આવે છે જેને લઇને પોલીસ દ્વારા સતત દરોડા પાડવામાં આવે છે ત્યારે સુરતની SOG પોલીસ દ્વારા ગતરોજ અમરોલી વિસ્તરમાં દરોડા પાડવામાં આવિયા હતા જ્યાં રેલવે ટ્રેક નજીક અવાવરું જગ્યામાં બાવળની ઝાડીમાંથી રૂ 23.63 લાખની મત્તાનો 394 કિલોગ્રામ ગાંજો બિનવારસી મળી આવ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)