કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં (surat) બે દિવસ પહેલા પાંડેસરા (Pandesara) વિસ્તરમાં રસ્તામાં ત્યજી દેવામાં આવેલી બાળકીની માતાની શોધખોળ શરુ કરી હતી. જોકે બાળકની માતા તો પોલીસને (police) મળી આવી પણ બાળકીને ત્યજી દેવાના મામલે કુંવારી માતા બનતા (unmarried mother) સમાજમાં બદનામી થવાની બીકે પરિવારે આ કૃત્ય કર્યું હતું. ઘટાનું કારણ સામે આવતા પોલીસે બાળકની માતા અને દાદાની (mother and grand father arrested) ધરપકડ કરીને કાર્યવાહી કરી છે.
ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે કુંડીયા વાડી પુલીયા પાસ નવી વસ્તી થાના –સિવિલ લાઇન તાલુકો - રઘુરાજનગર જીલ્લો - સતના ( એમ.પી. રહેવાસી અને હાલમાં સુરતના શ્રીરામનગર ગણેશનગર વડોડગામ પાંડેસરા ખાતે રહેતા મનોજ છોટેલાલ શાહુની દીકરી જેના લગ્ન થયા નથી પણ તેની દીકરી ગર્ભવતી બની હતી. જોકે તેને એક બાળકીને જન્મ આપ્યો હતો.