સુરતની એક પરિણીતા સાથે ત્રણ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મળી રહેલી માહિતી પ્રમાણે આરોપી હિરેન ઝાલાવડિયા નામના યુવકે ફેસબુકના માધ્યમથી પરિણીતાને ફસાવી હતી. બાદમાં તેને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને મળવા બોલાવી હતી અને બળાત્કાર ગુજારી વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી. બાદમાં આ ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી આપીને વારેવારે પરિણીતા પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. આ કાંડમાં તેના ત્રણ અન્ય મિત્રો પણ જોડાયા હતા. (સ્ટોરીઃ કિર્તેશ પટેલ, સુરત)
વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી : ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે હિરેન તેની વીડિયો ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી આપીને તેના સાથે અવાર નવાર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. એટલું જ નહીં હિરેને તેના બે મિત્રોને પરિણીતાના મોબાઇલ નંબર આપ્યા હતા. આ લોકો પણ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બળાત્કાર ગુજારતા રહ્યા હતા.
બળાત્કારી હિરેન ધારાસભ્યની ભત્રીજો હોવાની વાતો થઈ વહેતી : બળાત્કારની ફરિયાદ બાદ એવી વાતો વહેતી થઈ હતી કે હિરેન સુરતના કામરેજ તાલુકાના ધારાસભ્ય વીડી ઝાલાવડિયાનો ભત્રીજો કે સગો છે. જોકે, આ મામલે મીડિયાને ખુલાસો આપતા ધારાસભ્યોએ કહ્યું હતું કે હું તેને ઓળખતો નથી તેમજ તે મારો કોઈ સગો નથી. જોકે, બીજી તરફ ધારાસભ્યની એક તસવીર સામે આવી છે જેમાં તે હિરેન સાથે નજરે પડે છે. આ તસવીરમાં મંત્રી કુમાર કાનાણી પણ દેખાઈ રહ્યા છે. (તસવીરઃ ડાબેથી ધારાસભ્ય વીડી ઝાલાવડિયા, મંત્રી કુમાર કાનાણી અને આરોપી હિરેન)