સુરતમાં આશ્ચર્યજનક ઘટના : યુવક જેકેટથી ટેમ્પાના હૂકમાં ફાંસો લાગેલી હાલતમાં મળી આવ્યો, આપઘાત કે હત્યા રહસ્ય ઘેરાયું
બે વર્ષ પહેલાં રોજગારીની શોધમાં વતન છોડીને સુરત આવેલા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર, ઓછી જગ્યામાં આત્મહત્યા શક્ય નહોવાના કારમે અનેક સવાલો સર્જાયા


કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આપઘાતની (Surat suicide) ઘટનાઓમાં વધારો થવા પામ્યો છે. પરંતુ શહેરમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં એક યુવાન પોતાના જ ગરમ જેકેટથી ટેમ્પાના પાછળના હુકમાં ફાંસો લાગેલી હાલતમાં મૃત મળી આવતા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવકની લાશને પોમોર્ટમ અર્થે ખસેડી છે. મરનાર શંકર જૈના ઓરિસ્સાવાસી હોવાનું અને સંચાખાતાનો કારીગર હોવાનું બહાર આવ્યું છે.


બે વર્ષ પહેલાં રોજગારીની શોધમાં સુરત આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે જે હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તેને લઈને આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય ઘેરાયું છે.સુરત શહેરના પાંડેસરા ગંગા નગરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક યુવાન પોતાના જ ગરમ જેકેટથી ટેમ્પાના પાછળના હુકમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવતા તમામ આશ્ચર્યમાં પડી ગયા છે.


મરનાર શંકર જૈના ઓરિસ્સાવાસી હોવાનું અને સંચાખાતાનો કારીગર હોવાનું બહાર આવ્યું છે. બે વર્ષ પહેલાં રોજગારીની શોધમાં સુરત આવેલા શંકરના આશ્ચર્યજનક મોતને લઈ આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય ઉભા થયા છે. મૃતકના ભાઈ રણજિત જૈનાએ જણાવ્યું હતું કે, શંકર આજે વહેલી સવારે લગભગ ૪ વાગે ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ સવારે 8 વાગે પોલીસે મોત થયું હોવાની જાણ કરી હતી.


શંકર સંચાખાતાનો કારીગર હતો. ચાર ભાઈઓમાં નાનો ભાઈ હતો. પોલીસે જણાવ્યું હતું કે, શંકરના મોતને લઈ પોલીસ પણ મૂંઝવણમાં છે. અજ્ઞાત વ્યક્તિએ જાણ કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોચતા શંકર નામનો ઇસમ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઠંડીનું જેકેટ ટેમ્પાના પાછળની હુકમાં ભેરવાઈ જતા ફાંસો લાગી ગયો હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યુંછે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘણા દિવસોથી આપઘાતની ઘટનાઓ વધી રહી છે.