

સુરતના (surat) ભટાર વિસ્તરમાં (Bhatar) રસ્તા પર બેસેલા યુવાનો પોલીસને (police) જોઈને બાઇક મૂકીને ભાગી છૂટ્યા હતા. જોકે આ બાઈક (bike) છોડવા જતા પોલીસે આ યુવકો પાસે 15 હજાર રૂપિયાની લાંચ (bride) માંગી હતી. લાંચ લે તે પહેલાં આ આરોપીની ખબર પડી ગઈ હતી. કે એસીબી (ACB) તેમને પકડવા આવી છે ત્યાર બાદ આ આરોપી ભાગી છૂટ્યા હતા. જોકે 9 મહિના બાદ ACBએ આ મામલે ગુનો નોંધી પોલીસ કર્મચારી (police man) સાથે તેના રીક્ષા ચાલાકની (Rickshaw driver) ધરપકડ કરી છે. (કિર્તેશ પટેલ, સુરત) (ડાબી બાજુ પોલીસ કર્મચારી અને જમણી બાજુ રીક્ષા ચાલકની તસવીર)


સુરતના ભટાર વિસરમાં આજથી 9 મહિના પહેલા રસ્તા પર કેટલાક યુવાનો પોતાના મિત્રો સાથે બેસેલા હતા. તેજ સમયે ખટોદરા પોલીસ ત્યાં આવી પહોચી હતી. ત્યારે બેસેલ યુવાનો ખટોદરા પોલીસ આવતા ભાગી ગયા હતા. ત્યારે તે જગ્યા પર એક યુવાનું બાઈક રહી ગયું હતું. જે બાઈક પોલીસ કબજે કરી હતી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. (પ્રતિકાત્મક તસવીર)


ત્યાર બાદ આ યુવકો બાઇક છોડવા જતા પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહે તેના રિક્ષાચાલક ઈમરાન મારફતે 15 હજારની લાંચ માંગી હતી. આ યુવાનો ધ્વરા લાંચ નહીં આપવી પડે તે માટે વીડિયો રેકોર્ડિંગ અને ઓડિયો રેકોર્ડના આધારે એસીબીમાં ફરિયાદ કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)


ફરિયાડ બાદ આરોપી પકડી પાડવા માટે એસીબી દ્વારા છટકું ગોઠવામાં આવ્યુ હતું. પણ આરોપીને ગંધ આવી જતા તે ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


સાંયોગિક પુરાવાના આધે રૂપિયા 15 હજારની લાંચ માંગનારા પોલીસકર્મી દિગ્વિજયસિંહે તેના રિક્ષાચાલક ઈમરાન એસીબીએ 29મી ડિસેમ્બરે ગુનો નોંધ્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)