1/ 4


કિર્તેશ પટેલ, સુરત : સુરત જિલ્લાની કડોદરા પોલીસે આંતર રાજ્ય ગેંગ ઝડપી પાડી હતી. 20 થી વધુ મોબાઈલ તેમજ રોકડ મત્તા મળી 2.27 લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો સાથેજ સાત આરોપી નીં ધરપકડ કરી હતી. ગ્રાહકોને સસ્તામાં મોબાઈલ આપવાની લાલચ આપી કવરમાં કાચના ટુકડા પધરાવતા હતા.
2/ 4


સુરત જિલ્લાનાં કડોદરા પોલીસે મોબાઇલ ફોનની આડમાં ઠગાઈ કરતી આંતર રાજ્ય ગેંગ કડોદરા પોલીસને હાથ લાગી હતી. બાતમીને આધારે કડોદરા પોલીસે કડોદરા નીલમ હોટલ પાસેથી ટીવી સ્ક્રીન પર દેખાતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મોબાઈલ ફોન ની સાઈઝ ના કાચના ટુકડા કવરમાં મૂકી કવરને ફેવીક્વિકથી સાંધી ચિટીંગ કરાતી હતી.
3/ 4


સુરત પોલીસે તમામ પાસેથી અલગ અલગ કંપનીના 20થી વધુ મોબાઈલ , 30 હજાર રોકડા મળી 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ સાત આરોપીની ધરપકડ કરી હતી.