

કિર્તેશ પટેલ, સુરત : સુરતના સૌથી પોર્શ ગણાતા વિસ્તારોમાં રાત પડતાની સાથે માલેતુજાર પરિવારના નબીરા પોતાની લક્ઝૂરિયસ કાર લઇને રેસ લગાવતા હોય છે અને અકસ્માત કરતા હોય છે આવા અનેક બનાવોમાં બન્યા છે. ત્યારે ગતરોજ આજ પ્રકારે બે અવલગ અલગ વિસ્તારમાં હિટ અને રનની ઘટના બની હતી. જેમાં એક વિસ્તારમાં ગાડીની ટક્કર થઈ જતા લોકોનો બચાવ થયો હતો જયારે ગાડીનો કચ્ચરઘાણ બોલી જવા પામ્યો હતો, ત્યારે બીજી ઘટનામાં કાર ચાલકે રસ્તો ક્રોસ કરતા બે યુવાનોને અડફેટે લેતા તેમનાં કરૂણ મોત થયાં હતાં.


ઘટના 1 : પહેલા વેસુ વિસ્તારમાં આવેલ વોલ્વો ગાડી બેફામ ગતિએ આવીને ડિવાઈડર પાર ચડી ગઈ હતી. જોકે 150 ની ગતિ વાળી આ ગાડી એટલી જોરમાં અકસ્માત કર્યો હતો કે ગાડીનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. જોકે આ રસ્તા પર કોઈ નહિ હોવાને લઈને મોટો અકસ્માત થતો રહી ગયો હતો નહીતો 10 કરતા વધુ લોકોને ઇજા અથવા જીવ ગુમાવાનો વારો પણ આવ્યો હોત.


ઘટના 2 : જયારે બીજા બનાવમાં સુરતના પીપલોદ ડુમસ રોડ પર એક ગાડી બેફામ ગતિએ ડુમસ રોડ પરથી આવી પીપલોદ તરફ જઈ રહી હતી ત્યારે હોટલમાં કામ કરતા બે યુવાનો રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું હતું.


જોકે આ બનાવમાં યુવાનો પોતાની હોટલ ની નોકરી પતાવી ઘરે જય રહ્યા હતા. બનાવની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વળી જગ્યા પર દોડી જઈને આ મામલે ગુનો નોંધી નજીકના સીસીટીવી ની મદદથી ગાડી ચાલકની શૉધ શરુ કરી છે. આમ સુરત ના છેવડેનાં રોડો જાણે નબીરા માટે રેસિંગ ટ્રેક બની ગયા છે ને ટાર પડતાની સાથે રેસ લગાવી લોકોને અડફેટે લેતા હોય છ