કિર્તેશ પટેલ, સુરત : મહીસાગર જિલ્લાના ખાનપુર (Khanpur) તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ (Dhairyaraj ) ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. લોકો મદદે આવે તે માટે ન્યૂઝ18 ગુજરાતી દ્વારા ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે. આ અંગે સતત અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. ટીવીના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે ધૈર્યરાજને બચાવવા મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે આનંદની વાત એ છે કે, ધૈર્યરાજના ખાતામાં અત્યારસુધી સાડા ચાર કરોડથી વધુ (4.5crore rupees) જેટલી રકમ જમા થઈ છે. ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન (Donation) આપી રહ્યા છે. ત્યારે ન્યૂઝ18 ગુજરાતીની આ મુહિમમાં સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે અને કિન્નર સમાજ દ્વારા પોતના જ સભ્યો પાસેથી ધૈર્યરાજ માટે રૂપિયાની ઉઘરાણી કરવાની શરૂ કરી દીધી હતી.
તમામ કિન્નરો આમ તો લોકોના ઘરે શુભ પ્રસંગોએ દાપુ માંગીને પોતાનું જીવન ગુજારતા હોય છે. પરંતુ જે સમાજમાંથી દાપુ મેળવી જીવન ગુજારે છે તે સમાજ માટે પોતાનું યોગદાન આપવાને પણ પોતાની ફરજ સમજે છે ત્યારે આજે કિન્નરો ધૈર્યરાજ માટે જ્યારે આગળ આવ્યા છે. તો તેઓ કિન્નર સમાજના લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે, આ બાળકને નવજીવન આપવા માટે મદદ કરો.
ઉલ્લેખનીય છે કે, આ બાળક ધૈર્યરાજે જન્મ જાત એક ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે જેનું નામ છે એસ.એમ.એ-1 (S.M.A-1)તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેકટશીટ કહેવામાં આવે છે. જે રંગસૂત્ર- 5 ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે.<br />જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે જે નુકસાન તરફ દોરી જાય છે. (માતાપિતા સાથે ધૈર્યરાજ)