પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરત (Surat) શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં (Coronavirus) વધારો થયો છે. ખાસ કરીને ગણપતિ વિસર્જન બાદ કેસો ફરી વધ્યા છે. સુરત શહેર અને જિલ્લો મળીને 14 સપ્ટેમ્બરે આજે બપોર સુધીમાં જ કુલ 159 પોઝિટિવ કેસો (Surat covid positive total cases) સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં 85 અને સુરત જિલ્લામાં 75 કેસ નોંધાયા છે. આ સાથે સુરત શહેરનો કુલ પોઝિટિવનો આંક 18,690 પર પહોંચ્યો છે. સુરત શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવ કેસનો આંકડો 24,529 પર પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 20 હજારથી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સતત વધતા કેસોને કારણે પ્રશાસન માટે ચિંતાનો વિષય છે.
સુરત જિલ્લામાં કોરોનાએ કહેર મચાવવાનું શરુ કર્યું છે. હવે જિલ્લામાં કેસો વધ્યા છે. આજે પણ સુરત જિલ્લામાં બપોર સુધીમાં નવા 74 પોઝિટિવ કેસો આવ્યા છે. જયારે એક દર્દીનું મોત પણ થયું છે. સુરત જિલ્લામાં નોંધાયેલા કેસોમાં ચોર્યાસીમાં, ઓલપાડમાં, બારડોલીમાં વધુ કેસો નોંધાયા છે. જયારે ઉમરપાડામાં સૌથી ઓછા કેસ નોધાઇ રહ્યા છે.