

કિર્તેશ પટેલ, સુરત : સુરતના ભટાર ચાર રસ્તા પાસે ગતરોજ એટલે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગાડી ચાલકે 5 જણાને અડફટે લીધા હતા. જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું, જયારે મોપેડ, કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. મર્સિડીઝ મૂકી ભાગેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે. કારનો ચાલક તેના શેઠને એરપોર્ટ લેવા નીકળ્યો હતો. તે સમયે અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી


સુરતના ભટારથી સિટી લાઈટ જવાના રોડ પર મોડી સાંજે એકે લક્ઝુરિયસ મર્સીડીઝ કાર અચાનક બેકાબુ બની હતી. કારે જોત જોતામાં એક બે અહીં પાંચ લોકોને પોતાની અડફેટે લીધા હતા. જોકે, આ કારે પહેલા ઉધના મગદલ્લા રોડ પર દંપતીને ઉડાવ્યા, જેના કારણે ટોળા ભેગા થતા ચાલક ત્યાંથી કાર લઈ ભાગવા ગયો એટલામાં અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી, જેથી કારના ચાલકે મર્સિડીઝ કારની આગળ ઊભા રહી બોલાચાલી કરતા તેના ઉપરથી કાર ચઢાવી દેતા ચાલક ઉછળીને બોનેટ પર પડયો હતો.


જોકે બેકાબુ બનેલી આ કારનો ચાલકે એક પછી એક લોકોને પોતાની અડફેટે લીધી હતા. એક સાયકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી. જેમાં કારની અડફેટે ચડેલા સાયકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું.


અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.


જોકે અકસ્માત બાદ ડ્રાઇવર ગાડી બનાવવાળી જગ્યા પર મૂકીને ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, આ કાર યાર્નના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગકાર ગિરધર કેજરીવાલની છે. કારમાં માલિકને એરપોર્ટ ખાતે લેવા જતા આ અકસમાત સર્જાયો હતો. જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ચાલક દારૂના નાશમાં ધૂત હતો.


આ અકસ્માતોની વણઝાર બાદ ચાલક ગાડી મૂકીને ફરાર થયો હતો. પાંડેસરામાં રહેતો તિવારી આ ડ્રાઇવરને ઝડપી પાડવા માટે પોલીસ મોડી રાત્રે તેના ઘરે પણ ગઈ હતી. જોકે તેનો કોઈ પત્તો લાગ્યો નહતો.


અકસ્માત થયો ત્યારે ત્યાં હાજર ટીઆરબી જવાનો પાછળ સિટીલાઇટ પાસે ગાડીના દોડતા બોનેટ પરથી યુવક નીચે ફેકાયો હતો. મર્સિડીઝ કારના ચાલકે ત્યાંથી ભટાર ચાર રસ્તાના સર્વિસ રોડ પરથી એક્ટિવા ચાલક દર્શન વટાણી અને રિક્ષાચાલક અમૂલ કાન્ડેને અડફટે લીધા બાદ સાયકલ સવાર નિર્મલ રામઘની યાદવને અડફટે લેતા મોત થયું હતું.


ચાલકે એક પોલ સાથે અથડાવતા મર્સિડીઝનો ભુક્કો થઇ ગયો હતો. મૃતક નિર્મલને 3 દીકરી અને એક દીકરો છે. એક માસ પહેલા ગામથી રોજી રોટી માટે સુરત ખાતે આવ્યો હતો. જોકે ખટોદરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.