

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) નવા વર્ષની (New year) ઉજાણી કરવા સાથે કામ કરતા પોતાના પ્રેમી સાથે પીપલોદ વિસ્તારની (Surat girl OYO Room Death) ઓયો હોટલમાં ગયેલી પ્રેમિકાનું શંકાસ્પદ મોત થયું છે. પ્રેમીએ પ્રેમિકાના પરિવારને જાણ કરી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હાલ યુવતીના મોતને લઈને રહસ્ય સર્જાયું છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.જોકે યુવતિના મોતને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. યુવતી નવા વર્ષની ઊજવણી કરવા માટે ગઈ હતી જ્યાં સુઈ ગયા બાદ ન ઉઠતા તેનું મોત નીપજ્યું હતું


સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં તન્વી દિલીપભાઈ ભાદાણી આમ તો હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી.


તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો. દરમિયાન ગત રોજ નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં.


જોકે રાતે ઉજાણી બાદ આ બંનેવ પ્રેમી યુગલ હોટલમાં રોકાયા હતા જોકે સવારે તન્વી નહિ ઉઠતા યુવાન પંકજે તન્વીના પરિવારને જાણકરી આપી યુવતી ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો


જ્યાં ફરજ પરના તબીબે યુવતી ને મુત હાજર કરી હતી જોકે આ ઘટના ને લઇને યુવતીનો પરિવાર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા બાદ તેમની દીકરીના મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થી ગયું હતું. જોકે યુવતી યુવક સાથે કામ કરતી હતી અને યુવકના પ્રેમમાં હતી તેની જાણકારી પરિવરના કેટલાક લોકોને પહેલાંથી હતી.


જોકે આ યુવતીના પીએમ બાદ યુવતિના મોતનું સાચું રહસ્ય જાણી શકાશ એજોકે યુવતિના પિતા ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે અને પરિવારની એકની એક દીકરીનું મોત થતા પરિવાર શોકમાં છે ત્યારે હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસશરૂ કરી છે