Home » photogallery » south-gujarat » સુરતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 811 નવા કેસ, જાણો ક્યા વિસ્તારોમાં સ્થિતિ ભયાનક

સુરતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 811 નવા કેસ, જાણો ક્યા વિસ્તારોમાં સ્થિતિ ભયાનક

કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું

विज्ञापन

  • 15

    સુરતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 811 નવા કેસ, જાણો ક્યા વિસ્તારોમાં સ્થિતિ ભયાનક

    કોરોને નિયંત્રણમાં લેવાના પાલિકાના તમામ પ્રયાસો વચ્ચે શુક્વારે વિક્રમી 450 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જેમાં સુરત સીટીમાં 349 અને ગ્રામ્યમાં 101 કેસ આવ્યા હતા. સીટીમાં સૌથી વધારે કેસો અઠવા ઝોનમાં આવી રહ્યા છે. ત્યારે આજે બપોરે સુરતમાં કોરોનો રીતસર બ્લાસ્ટ થયો હોય તેમ 290 કેસો નિકળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. બાર વાગ્યા સુધીમાં જ સુરત સીટીમાં 225 અને ગ્રામ્યમાં 65 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 57,877 ઉપર પહોચ્યો છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 25

    સુરતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 811 નવા કેસ, જાણો ક્યા વિસ્તારોમાં સ્થિતિ ભયાનક

    કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 811 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 615 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 53493  જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 196 કેસ સાથે દર્દી સંખ્યા 15971 પર પહોંચી છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 35

    સુરતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 811 નવા કેસ, જાણો ક્યા વિસ્તારોમાં સ્થિતિ ભયાનક

    આજે કોરોના ની સારવાર દરમિયાન 7 લોકોના મોત થયા છે જેમાં 288 મૃત્યુ જિલ્લાના છે અને 922  શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1210 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 582 જ્યારે જિલ્લામાં આજે 162 દર્દીને રજા આપતા, કુલ  744 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા જેમાં શહેર વિસ્તારમાં 64355 જયારે ગ્રામ્ય વિસ્તારના 14285 દર્દી છે.

    MORE
    GALLERIES

  • 45

    સુરતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 811 નવા કેસ, જાણો ક્યા વિસ્તારોમાં સ્થિતિ ભયાનક

    આજે સેન્ટ્રલ ઝોનમાં 68, વરાછા એ ઝોનમાં 64, વરાછા બી 2 57 , રાંદેર ઝોન 100, કતારગામ ઝોનમાં 79, લીંબાયત ઝોનમાં 71, ઉધના ઝોનમાં 67 અને અથવા ઝોનમાં 109 કેસ નોંધાયા છે.જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 55

    સુરતમાં કોરોનાના રેકોર્ડબ્રેક 811 નવા કેસ, જાણો ક્યા વિસ્તારોમાં સ્થિતિ ભયાનક

    જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 43, ઓલપાડ 12, કામરેજ 47, પલસાણા 10, બારડોલી 27, મહુવા 08, માંડવી 22, અને માંગરોળ 24, અને ઉમરપાડા 03 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES