

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (23-11-2020 -Surat corona cases) સતત ઘટી રહ્યા છે, ત્યારે આજે વધુ 270 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં ફરી વધારો થઈ રહ્યો છે. સુરતમાં 217 જયારે ગ્રામીણ વિસ્તારમાં 53 દર્દી નોંધાયા છે. જયારે આજે 1 દર્દીના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 1042 પર પહોંચ્યો છે, તેવામાં આજે 226 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.


લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 270 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 217 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 30,586 થઈ ગઈ છે. જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 53 કેસ સાથે દર્દી સંખ્યા 11090 પર પહોંચી છે.


કુલ દર્દી સંખ્યા 41676 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 1 દર્દીનું કોરોનાને લઇને મોત થયું છે. મૃત્યુઆંક 1042 થયો છે. જેમાંથી 281 મૃત્યુ જિલ્લાના છે અને 761 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 185 જ્યારે જિલ્લામાં આજે 41 દર્દીને રજા આપતા, કુલ 226 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 38,152 થઈ છે, જેમાંથી 28750 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 10,402દર્દી છે. પ્રતિકાત્મક તસવીર


શહેરમાં ક્યા કેટલા કેસ : આજે સેન્ટ્રલ ઝોન 22 , વરાછા એ ઝોનમાં 19. વરાછા બી 22, રાંદેર ઝોનમાં 35, કતારગામ ઝોનમાં 33, લીબાયત ઝોનમાં 19, ઉધના ઝોનમાં 20 અને અથવા ઝોનમાં 47 કેસ નોંધાયા. આમ કુલ 217 કેસ શહેરમાં નોંધાયા છે. શહેરમાં અત્યારસુધીમાં સૌથી વધુ અઠવામાં નોંધાયા છે.