સુરત : Coronaથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારને પાલિકાએ 5 દિવસ બાદ ફોન કરીને પૂછ્યું 'તબિયત કેમ છે?'
મૃતકના પુત્રનો આક્ષેપ પિતાનું મોત પણ સિવિલની બેદરાકરીના કારણે જ થયું છે, 'પપ્પાએ રાત્રે 3 વાગ્યે ફોન કરીને કહ્યું હતું કે 12 વાગ્યોનો પાણી માંગું છું કોઈ આપવા આવ્યું નથી'


કિર્તેશ પટેલ કોરોના વાયરસની મહામારી વચ્ચે ફરી એકવાર તંત્રની અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ બેદરકારી સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારના આધેડનું કોરોના સારવાર દરમિયાન મોત થયાના પાંચમા દિવસે મનપા કર્મચારીનો ફોન આવે છે અને દર્દીની તબિયત સારી છે કે કેમ તે બાબતે પૂછે છે. જોકે ફોન આવતા પરિવાર ચોંકી ઉઠે છે અને ફોન કરનારને કહે છે કે દર્દી મુત્યુને આજે પાંચ દિવસ થયા. આટલું સાંભળતા જ મનપા કર્મચારી ફોન મૂકી દે છે. (પ્રતિકાત્મક તસવીર)


કોરોના મહામારી વચ્ચે તંત્ર સતત બેદરકારી સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા એક પરિવારની મહિલાના મોતનાં 11માં દિવસે ફોન આવે છે અને તેમની તબિયત સારી હોવાનું કહેતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. કારણ કે તેમની માતાનાં મૃત્યના 11 દિવસે ફોન કરીને તેમાંય તબિયત સારી હોવાનું જણાવતા પોતાની માતાની જગ્યા પર બીજા કોઈના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે કે કેમ તેને લઇને પરિવાર મૂંજવણમાં મૂકાયો હતો. જોકે તપાસ કરતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી.


જોકે આવી વધુ એક બેદરકારી ફરીવાર સામે આવી છે. આ વખતે અમરોલી વિસ્તારમાં આવેલ ષ્ણનગર સોસાયટી ખાતે રહેતાં 38 વર્ષીય ઇશ્વરભાઇ પટેલને ગઇ 27મી જુલાઇના રોજ કોરોના પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.


ચમા દિવસે સુરત મહાનગરપાલિકા દ્વારા પાંચ દિવસ બાદ ગુજરી ગયેલાં ઇશ્વર ભાઇની તબિયત પુછવામાં આવી હતી. શુક્રવારે મનપા કર્મી રાજેશભાઇ મિસ્ત્રીએ સ્વ. ઇશ્વર પટેલના પુત્ર ભાવિનને ફોન કરી ‘હવે તબિયત કેવી છે? જેવો પ્રશ્ન કરતાં જ પરિવારજનો સ્તબદ્ધ રહી ગયાં હતાં. પ્રતિકાત્મક તસવીર


અવસાન પછી બે વખત આ રીતે ફોન આવતાં પરિવારજનોમાં આક્રોશ પણ ફેલાયો હતો. આ અંગે પુત્ર ભાવિને આ લાપરવાહીઓના કારણે જ પિતા મોતને ભેંટ્યા હોવાનો આક્ષેપ કર્યોં હતો. સાથે જ સિવિલ હોસ્પિટલની પણ લાપરવાહીઓ ગણાવી હતી. ભાવિને કહ્યું કે, સારવાર દરમ્યાન પિતાએ રાત્રે 3 વાગ્યે ઘરે ફોન કરી જણાવ્યું કે, સ્ટાફ પાસે રાતે 12 વાગ્યાથી પાણી માંગુ છું પણ હજુ કોઇએ પાણી આપ્યું નથી. ભાવિને તંત્રની લાપરવાહીઓ ઉપર ઘેરો શોક વ્યક્ત કરી બીજા સાથે આવું ન થાય તેવી કાળજી લેવા માંગ કરી હતી.