કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના (31 August Surat coronavirus) દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 226 દર્દીનો (Covid19 cases in surat) રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 171 જયારે ગ્રામીણ વિસ્તારમાં 55 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 20983 પર પહોંચી છે, જયારે આજે 4 લોકોના (surat covid Deaths) કોરોનાથી મોત સાથે મરણ આંક 815 પર પહોંચ્યો છે, તેવામાં આજે 142 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (Lockdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 226 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 171 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 16465 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 55 કેસ સાથે દર્દી સંખ્યા 4518 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 20983 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 4 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 815 થયો છે. જેમાંથી 198 મૃત્યુ જિલ્લાના છે અને 617 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 59 જ્યારે જિલ્લામાં આજે 83 દર્દીને રજા આપતા, કુલ 142 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 17311 જેમાં ગ્રામ્ય વિસ્તારના 3778 દર્દી છે
જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 11, ઓલપાડ 3, કામરેજ 6, પલસાણા 6, બારડોલી 14 ,મહુવા 6, માંડવી 5 અને માંગરોળ 4 અને ઉમરપાડા 0 કેસ નોંધાયા છે. સુરત જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ કેસના આંકડા અને ગાંધીનગરથી પ્રસિદ્ધ રાજ્યના આંકડાઓમાં અંતર આવતા માહિતીની આપલેના અસંતુલનનો ચિતાર જોવા મળ્યો છે.