

કેતન પટેલ, સુરત : Surat Corona Update સુરત ગ્રામ્યમાં કોરોનાના કહેર યથાવત છે. આજે વિવિધ તાલુકાઓમાં બપોર સુધી વધુ 51 કેસ નોંધાયા છે. આ સાથે જ સુરતમાં જિલ્લાના કોરોના વાયરસ કેસનો આંકડો 1265 પર પહોંચી ગયો છે. માંડવી 2, બારડોલી 8 ,પલસાણા 12 ,ઓલપાડ 09 , કામરેજ 10 ,મહુવા 2 અને માંગરોળ 8 જિલ્લામાં કુલ પોઝિટિવનો આંકડો પહોંચ્યો છે.


સુરત જિલ્લામાં 12મી જુલાઈએ નોંધ્યાલે કુલ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1265 થયો છે જ્યારે જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક થયો 35 જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ ને પગલે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.


દરમિયાન સુરત શહેર જિલ્લાના કુલ કેસની વાત કરીએ તો 11મી જુલાઈએ સાંજે સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 270 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 180 જયારે ગ્રામીણ વિસ્તારમાં 90 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 8121 પર પહોંચી છે, જયારે આજે 14 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 324 પર પહોંચ્યો છે, તેવામાં આજે 175 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.