કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે 24 કલાકમાં વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવવાની તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. પરંતુ, અનેક જગ્યા પર લોકો દ્વારા નાનુ-નાનું ગણેશઉત્સવનું આયોજન કર્યું છે, જેને પગલે તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 162 જયારે ગ્રામીણ વિસ્તારમાં 86 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 19194 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 778 પર પહોંચ્યો છે, તેવામાં આજે 184 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 248 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 162 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 15096 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 86 કેસ સાથે દર્દી સંખ્યા 4098 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 19194 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 778 થયો છે. જેમાંથી 182 મૃત્યુ જિલ્લાના છે અને 596 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 118 જ્યારે જિલ્લામાં આજે 66 દર્દીને રજા આપતા, કુલ 184 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 15813 જેમાં ગ્રામીણ વિસ્તારના 3190 દર્દી છે.
જિલ્લામાં કેવી સ્થિતિ - જિલ્લામાં ચોર્યાસી 30, ઓલપાડ 6, કામરેજ 17, પલસાણા 5, બારડોલી 14, મહુવા 3, માંડવી 2 અને માંગરોળ 9 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.