કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat) રિંગરોડ (Ring Road) પર આવેલા કાપડ બજારમાં (Textile Markert) એક વેપારીને અર્ધનગ્ન (Striped Businessman) હાલતમાં હાથમાં પહેરવાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ (Viral Video) થતાં ચકચાર મચી જવા પામી હતી જોકે આ વેપારીના લાંબા સમયથી સુરતના વેપારીઓને માલ ખરીદીને રૂપિયા આપવાના બાકી હતા જેને લઈને વેપારી સુરત આવતા સુરતના વેપારીઓએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે જોકે વીડિયો વાયરલ થતાં ની સાથે જ વેપારીઓ સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાંની સાથે જ સુરતના કાપડ બજારના વેપારીઓ સામે રોષ ભભૂકી ઉઠયો હતો કારણ કે આ પ્રકારના કૃત્યોને લઈને લોકોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી કોઇપણ વેપારી પાસેથી પૈસા લેવાના નીકળતા હોય તો આ મામલે પોલીસ ફરિયાદ કરે આ પ્રકારનું કૃત્ય કરી કોઈ વેપારીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે તે યોગ્ય નથી.