સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ કથિરીયાનો એકનો એક દીકરો ઓસ્ટ્રેલિયામાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયેલા સાહિલ નામના યુવકનું સિડનીના નેશનલ પાર્કમાં ડૂબી જતાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સાહિલનો મૃતદેહ આજે ગુરુવારે સુરત લવાતા અંતિમયાત્રા યોજવામાં આવી હતી. (કિર્તેષ પટેલ, સુરત)