

સુરતની સરથાણા વિસ્તરમાં રહેલી અને સીએ (CA) તરીકે અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. જેને લઈને સંચાલક દ્વારા આ યુવતીને કંપનીમાં નોકરી પર પછી જોડાવા માટે દબાણ સાથે કેસ કરવાની ધમકી આપતી હતો. જેને લઈને આ યુવતી માનસિક (Mental stress) તણાવ અનુભવતી હતી અને આવેશમાં આવીને પંખા સાથે દુપટો બાંધીને આપઘાત (suicide) કરી લીધો હતો. જોકે આ ઘટના અંગે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. (કિર્તેશ પટેલ, સુરત)


સુરતમાં એક યુવતીએ નોકરી છોડી મૂકતા માલિકો દ્વારા નોકરી પરત આવા માટે સતત દબાણ કરતા હોવાના કારણે આપઘાત કરી લેવાની ઘટન સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તરમાં આવેલા સ્વામિનારાયણ નગરી બાજુમાં ધર્મરાજ સોસાયટીમાં રહેતી 26 વર્ષીય પંછીલાબેન ચતુર લુણાગરીયાએ મંગળવારના રોજ પોતાના ઘરમાં પખા સાથે દુપતા વડે ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો હતો.


જોકે ઘટનાના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. પરિવારની દીકરી સીએનો અભ્યાસ પૂર્ણ કરીને અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાં છેલ્લા દોઢ વર્ષીથી નોકરી કરતી હતી.


જોકે લોકડાઉન બાદ આ યુવતીએ નોકરી છોડી મૂકીને અન્ય કંપનીની ઓફિસમાં નોકરી શરુ કરી હતી. ત્યારે અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીના માલિક સંજયભાઈ દ્વારા આ યુવતીને પોતાની કંપનીમાં નોકરી પર લાવવા માટે સતત દબાણ કરતા કરતા હતા.


યુવતીએ નોકરી છોડી મૂક્તા નોકરી નહિ છોડવાનો કરાર કર્યો છે અને આ કરાર તોડે તો યુવતી પર કેસ કરવાની કંપનીના સંચાલકો સતત ધમકી આપતા હતા. જેને લઈને આ યુવતી સતત માનસિક તાણ અનુભવી હતી.