કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે અમેરિકાની યુનિવર્સિટીમાં (American University) અભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ ન થતાં બુધવારે રાત્રિ દરમિયાન આપઘાત (Suicide) કરી લીધો હતો. ઘરમાં કોઈ હાજર નહોતું તે સમયે યુવકે સાડી બાંધીને ફાંસો ખાધો હતો. યુવક કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં (California State University) માસ્ટર ડિગ્રી કરવા માટે એડમિશન મેળવવા ઈચ્છતો હતો. પરંતુ તે શક્ય ન બનતા હતાશામાં આવી જઈ ફાંસો ખાધો હતો.
અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવાની હતી. પરંતુ તે શક્ય ન બનતા હતાશ થઈને આત્યંતિક પગલું ભરી લીધું. સુરતના નાના વરાછાની તાપી દર્શન સોસાયટીની બાજુમાં આવેલી ગિરનાર સોસાયટી ખાતે મુકેશભાઈ જૈસુર પરિવાર સાથે રહે છે. મૂળ જૂનાગઢના માળિયા તાલુકાના કુકસવાડાના 21 વર્ષીય પુત્ર દીપકુમારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.