કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના ગોડાદરા વિસ્તારમાં (Godadara) રહેતા અને પહેલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ટ્યુશને (students tuition) જવું ન હોવા છતાં ઘરેથી ટ્યુશનનું કહી બાજુના મકાનના ટેરેસ પરથી પોતાના ઘરના ટેરેસની પાણીની ટાંકી પર કૂદ્યો હતો. વિદ્યાર્થી ટાંકીમાં પડતા ડૂબી (students drowned into water tank) જવાથી મોત નીપજ્યું હતું. જો કે બાળકના મોતને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઇ જવા પામ્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.