કિર્તેશ પટેલ, સુરતઃ શાળાએ જતા બાળકોને મોંઘા મોબાઈલ આપતા માતા-પિતા (parents) માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સોનાની વીંટી, મોબાઈલ ફોન (mobile phone) વાપરતા ધોરણ 10ના વિદ્યાર્થીઓ પાછળ પડેલા ટપોરીઓ કિશોરનું અપહરણ (Kidnaping) કરીને મોબાઇલ અને વીંટી લઈ લીધી હતી. સાથે ઘરમાંથી માતાના દાગીના અને રૂપિયા મંગાવનાર ટપોરીઓ વિરુદ્ધ કિશોરની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ફરિયાદ નોંધાવતા છેલ્લા દસ મહિનાથી ટપોરી કીર્તન જાપાનને પોલીસે ગતરોજ રાત્રે બાતમીના આધારે ઝડપી પાડયો હતો પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેને ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ પડાવી લીધો હતો. અને પોલીસ દ્વારા આ કિશોર પાસે અન્ય માંગવામાં આવતી હોવાની કબૂલાત કરતાં પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.