

કેતન પટેલ, સુરત : સુરત જિલ્લાના કામરેજ (Kamrej Surat) પાસેથી પસાર થતી તાપી નદીમાં એક યુવકે કૂદકો મારી આત્મહત્યા (Suicide) કરી લીધી હોવાના સમાચાર મળતા જ લાશ્કરો દોડી ગયા હતા. ફાયરના જવાનોએ ઘટના સ્થળે તપાસ કરતાં એક લાલ કલરની સેન્ટ્રો કાર મળી આવી હતી.


સુરત આરટીઓ પાસિંગની કારને કીચડમાં મૂકીને જવાને કામરેજના ગાયપગલા નજીક તાપી નદીમાં આત્મહત્યા કરી લીધી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે, તેની કારમાંથી કોઈ સંદિગ્ધ ચીજ મળી આવી નહોતી.


આત્મહત્યા કનાર જવાનનું નામ હાર્દિક લાલજી પટેલ હોવાનું ખુલ્યુ છે. તે મૂળ મહેસાણાના વતની હતો અને એસઆરપી ગ્રુપ 11માં કામ કરતો હતો. દરમિયાન તેણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.


હાર્દિક પટેલે ગાયપગલાં પાસેથી પસાર થતી તાપીમાં કૂદકો માર્યો હતો. તે વાવ ગામમાં આવેલા એસઆરપી કેમ્પમાં રહેતો હતો અને આજે બપોરે તેણે આ કૃત્ય કર્યુ હતું. જોકે, આત્મહત્યાનું ખાસ કારણ સામે આવ્યું નથી પરંતુ નોકરીથી કંટાળીને આ પગલું ભર્યુ હોવાની વિગતો સામે આવી છે.