સુરતઃ સુરત SOG પોલીસે (surat SOG police) એક યુવકને 4.98 લાખના ચરસના (Hashish) જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે આ યુવક ફરવાના બહાને હિમાચલ (Himachal) જઇને ટ્રેનમાં ચરસ લઈ સુરત લાવતો હતો. પણ તે પહેલાં સુરત SOG પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો. કાપડના વેપારીનો આ પુત્ર BBAમાં અભ્યાસ કરે છે અને તે કોલેજમા મિત્રોના ગ્રુપમાં ચરસ વેચતો હતો.આખરે આ કિસ્સો ખાસ માતા-પિતા (mother-father) માટે સાવચેતી રાખવો જરૂરી છે અને ચોંકાવનારો કિસ્સો પણ કહી શકાય છે.
સુરતના પોષ વિસ્તાર એવા વેસુ ખાતે રહેતા કાપડ વેપારીનો પુત્ર હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો ટ્રેન મારફતે સુરત શહેરમાં ઘુસાડે તે પહેલા SOG પોલીસે યુવક પાસેથી 4.98 લાખની કિંમતના 997 ગ્રામ ચરસ સાથે તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ હિમાચલ પ્રદેશથી બાય રોડ ડ્રગ્સ લાવવાનું નેટવર્ક પકડી પાડ્યા બાદ હવે ઘણા પેડલરો ટ્રેનમાં સક્રિય થયા છે. આ અંગે SOGની ટીમને બાતમી મળી હતી.
તેની પાસેથી 4.98 લાખની કિંમતના 997 ગ્રામ ચરસ મળી આવ્યું હતું જેથી પોલીસ પણ આ માટે ચોકી ગયું હતું કારણ કે આ વિદ્યાર્થી છે અને આ વેપાર કરી રહ્યો છે જે માતા પિતા માટે મોટી વાત કહી શકાય.વંશ પોતે વેસુની કોલેજમાં BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની પૂછપરછમાં તેના પિતા મિલેનિયમ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે.
પોતે હિમાચલ પ્રદેશ ખાતે ફરવા જવાના બહાને જતો હતો. ત્યાંથી પોતાને પીવા માટે તેમજ સુરત શહેરમાં કોઈ ગ્રાહક મળી આવે તો તેને વેચવા માટે ચરસનો જથ્થો લાવતો હતો પરંતુ પોતે હિમાચલ પ્રદેશથી સુરત શહેરમાં ટ્રેન મારફતે આવતા પકડાઈ ગયો હોવાની કબૂલાત કરી હતી.આ કિસ્સા બાબતે સુરત પોલીસ વધુ તપાસ કરી રહી છે આમતો સરચ માટે હિમાચલ AP સેન્ટર છે જયાથી લોકો ફરવા જાય અને અલગ અલગ શહેરોમાં આ નશીલા પદાર્થ લાવતા હોય છે.