

કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં અસામાજિક તત્વોને (Notorious gangs) પોલીસની બીક ન રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. ગુનેગારો પોતાની દુનિયામાં રોજ રોજ નવા નવા કારનામા કરી અને પોલીસને (Challange to surat Police) પડકાર ફેંકી રહ્યા છે. જોકે, આનું તાજું ઉદાહરણ શહેરના નાનપુરા (Nanpurat attack) વિસ્તારમાં બન્યું છે. આ વિસ્તારમાં વર્લી-જુગારના ધંધા સાથે જોડાયેલી સાકા ગેંગ (Saka gang attack man) દ્વારા એક યુવક પર જીલલેણ હુમલો કરવામાં આવ્યો છે. યુવકને માર મારતા તેને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ મોડી રાત્રે નાનપુરા વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો અને ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.


બનાવની વિગત એવી છે કે સુરતના નાનપુરા વિસ્તારમાં જુગારધામ ચલાવતા ઈસમો (Notorious Saka gang of surat) એ ભેગા થઈને ગતરોજ મોડી રાત્રે આગળની અદાવતમાં એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે આ યુવાન પર હુમલો થતા સમગ્ર વિત્તરમાં દોડધામ મચી જવા પામી હતી. યુવાનના પરિવારે પોલીસ કમિશનરને ફોન કરી મદદની માંગણી કરતા પોલીસના ટોળેને ટોળા ખડકી દેવામાં આવ્યા હતા.


હુમલામાં ઇજા પામેલ યુવાન હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. સુરત જાણે હવે ક્રાઇમ સીટી (surat crime) બની રહ્યુ હોય તેવું લાગે છે. કારણકે સતત હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ બની રહી છે ત્યારે ગુનેગારોને પોલીસની બીક રહી નથી તેવું લાગી રહ્યુ છે. ત્યારે ગતરોજ રાત્રે પણ સુરતમાં ખૂની ખેલ ખેલાયો હતો.


સુરત નાનપુરા વિસ્તાર આવેલ માર્કેટ પાસે વરલી મટકાનો જુગાર ધામ ચલાવતો ઈસમને ત્યાં આવેલી મસ્જિદના ટ્રસ્ટી દ્વારા કોઈ બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો. જેને લઈને તેની અદાવત રાખીને આ ટ્રસ્ટીને (Saka gang Attacked Tustee of Mosque) માથા ફરેલા સૈમ અને તેની ગેંગના સભ્યો શાકા ફેમિલીના ગુડ્ડુ શાકા. સાજીદ શાકા .ફજલ શાખા. રિઝવાન શાખા. જાવેદ કાલુ. પરવેશ શાખા. જુનેદ શાકા. અને બીજા માથાભારે ઇસમોએ જાનલેવા હુમલો કર્યો હતો.


આ આરોપીઓના ફોટા સ્થાનિકોએ સોશિયલ મીડિયા પરથી લઈને પોલીસ અને પત્રકારોને સુપ્રત કર્યા છે. જેમને જોતા તેઓ કોઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો હોય તેવું જણાઈ રહ્યું છે.


ઉલ્લેખીય છે કે જે સાકા ગેંગ પર હુમલાનો આરોપ કરવામાં આવ્યો છે. તેની નાનપુરામાં માથાભારેની છાપ છે. આ વિસ્તારમાં કુખ્યાત સાકા બંધુઓ દ્વારા ગેરકાયેદસર ધંધાઓ કરાતા હોવાની ચર્ચા છે.


સાકા ગેંગે જે વ્યક્તિ પર હુમલો કર્યો તે ભણેલો ગણેલો શિક્ષિત યુવક છે અને વિસ્તારની મસ્જિદમાં ટ્રસ્ટી છે, એટેલે સ્વાભાવિક છે કે વર્ચસ્વ જમાવવાના ચક્કરમાં આ અપરાધી માનસ ધરાવતા શખ્સોએ હુમલો કર્યો હોય તેવું અનુમાન છે.


ઘટના બાદ મોડી રાત્રે નાનપરા વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે બનાવ વાળી જગ્યાએ પહોંચીને જીણવટભરી તપાસ શરૂ કરી દીધી હતી. રાત્રે વિસ્તારમાં માહોલ તંગ હતો.


આ સાકા ગેંગના સભ્યો પરિવારના જ હોવાની ચર્ચા છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાની જાતને ડોન ગણાવતા હોય તેવી તસવીરો પર મૂકી છે. તો તેમના કેટલાક સાગરિતોએ સોશિયલ મીડિયા પર હથિયારો સાથેની તસવીરો પણ મૂકી છે.