

કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં છાસવારે લૂંટ (loot) અને ઘાતક હથિયારો વડે હુમલો થવાની અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે આવી જ એક લૂંટની ઘટના સુરતના ઉધના વિસ્તારમાં બની છે. ઉધના (Udhana) કલ્યાણકુટીર સોસાયટીમાં રહેતા સંચા ખાતાના કારીગરના મકાનમાં આજે મળસ્કે લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓઍ પરિવારના મોભી ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી લાકડાના કબાટમાંથી રોકડા 10 લાખ અને છથી સાત તોલા સોના ચાંદીના દાગીના લુંટી નાસી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની (surat police) પ્રાથમિક તપાસમાં આખો બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યો હોવાની આશંકા સાથે પોલીસે પરિવારની ઉલટ તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળે છે.


બનાવ અંગે ઉધના પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ઉધના કલ્યાણકુટીર સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઈ સાહેબરાવ પાટીલ (ઉ.વ.41) આજે સવારે ચારેક વાગ્યે બાથરૂમ કરવા માટે ઉભા થયા હતા. તે વખતે ઍક અજાણ્યાઍ તેમના ઉપર હુમલો કરી બેડરૂમના લાકડાના કબાટમાંથી રોકડા 10 લાખ અને છથી સાત તોલા દાગીના લૂંટી નાસી ગયો હતો.


લૂંટારૂનો પ્રતિકાર કરતા પરસોત્તમભાઈને શરીર ઉપર ઇજા થઈ હતી. બનાવ અંગે સવારે પરષોત્તમભાઈઍ પોલીસને જાણ કરતા ઉધના પીઆઈ ઍમ.વી.પટેલ સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા અને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઘરમાં લૂંટ થઈ તેની પત્નીને જાણ નથી અને લાકડાના કબાટની બાજુમાં તિજારી હાથ પણ લગાડવામાં આવ્યો નથી.પરસોત્તમભાઈના હાથમાં જે નિશાન દેખાય છે જે જાતે પાડ્યા હોવાની આશંકા છે.


સોસાયટીમાં લાગેલા સીસી કેમેરામાં કોઈ આવતા દેખાતા નથી. પ્રાથમિક પુછપરછમાં રૂપિયા ૧૦ લાખï મકાન વેચાયું તેના છે અને નવાગામ ત્રિકમનગર ખાતે રહેતી તેની બહેનના ભાગના હતા.