કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં લૂંટેરી દુલ્હનના શિકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ ઘટનાઓમાં એક નવો કિસ્સો ઉમેરાયો છે. જોકે, આ કિસ્સામાં સરથાણા પોલીસ મથકની હદમાં રહેતા એક રત્નકલાકારને લૂંટેરી દુલ્હને શિકાર બનાવ્યો હતો. યુવતીએ લગ્ન પછઈ ચાર મહિના બાદ યુવકના ઘરેથી દાગીના તેમજ રોકડ રૂપિયા લઈને ફરાર થઈ હઈ હતી. આ મામલે રત્નકલાકેર ફરિયાદ કરતા પોલીસે આ મહિલાને ઝડપી પાડી હતી.

દરમિયાન 25મી માર્ચની રાત્રે મમતા ઘરમાંથી ઘરેણા અને રોકડા લઈને કુલ 4.50 લાખ રૂપિયા લઈને નાસી ગઈ હતી. લગ્નનના એક જ મહિનામાં આ લૂંટેરી દુલ્હન નાસી છૂટતા યુવાને પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન પોલીસે યુવતીને તપાસ કરી અને તેની ધરપકડ કરી હતી. ત્યારે યુવતીએ પૈસાની જરૂરિયાત માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મમતાએ પોલીસને ઝણાવ્યુ કે તેણે આ પહેલાં પણ લગ્ન કર્યા હતા અને 15 દિવસમાં યુવક સાથે છૂટાછેડા લઈ લીધા હતા.
મમતા છૂટાછેડા લેવા માટે તેણે યુવક માટે તેણે 3.5 લાખ રૂપિયા લીધા હતા. આ મામલે મહિલાની પૂછપરછમાં તેણે વતનમાં પણ એક યુવકને શિકાર બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. મમતાએ પોતે કોઈ એજન્ય રાખ્યો નહોતો તે જાતે જ આવા શિકાર શોધતી અને તેને ફાવટ આવી જતા એકપછી એક ઘટનાને અંજામ આપી અને પછી નવા શિકારની તલાશમાં લાગી જતી હતી.