કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં (surat news) વધી રહેલા સ્પા ક્લ્ચરને કારણે ઠેર ઠેર સ્પાના (spa) નામે કુટણખાના (Prostitution in spa center) ચાલુ થઇ ગયા છે. શહેર પોલીસ (surat police) દ્વારા વારંવાર દરોડા પાડવામાં આવતા હોવા છતા પણ સ્પા સંચાલકો પોલીસને ગાંઠતા નથી અને નવા નવા વિસ્તારોમાં સ્પા ખોલીને દેહ વેપારને (sex racket) પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે ફરી એકવાર પોલીસે ઈસ્કોન મોલના એક સ્પામાં દરોડા પાડીને વિદેશી યુવતી અને ગ્રાહકોને પકડી પાડ્યા હતા. અને ગુનો નોંધી આગળી કાર્યવાહી કરી હતી.