

વડાપ્રધાન મોદી આજે શનિવારે સુરતના હજીરાની એલ એન્ડ ટીમાં તૈયાર થયેલી આર્મી માટેની સૌથી શક્તિશાળી કે-9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરશે. મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટથી તૈયાર થયેલી આ ટેન્કથી ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. તો જાણીએ સૌથી શક્તિશાળી ટેન્કની વિશેષતાઓ.


વડાપ્રધાન શનિવારે હજીરા ખાતે ટેન્ક તૈયાર થઇ તે પ્લાન્ટની મુલાકાત લઇ ફાઉન્ડેશન સ્ટોન ઓફ હજીરા ગન ફેકટરી કાર્યક્રમમાં હાજરી આપશે હાલમાં એક ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરાશે. આવી 100 ટેન્ક તૈયાર કરવામાં આવી રહી છે. એક ટેન્ક બનાવ્યા બાદ ડેમો બનાવી આર્મીને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવી હતી. જેમાં થોડા સુધારા-વધારા પણ સૂચવાયા હતા.


આ ટેન્ક કોઈ પણ વાતાવરણમાં ચાલી શકે તેવીબનાવવામાં આવી છે. ટેન્કનું વજન 47 ટન છે જ્યારે ટેન્કની લંબાઈ 12 મીટર, ઊંચાઈ 2.73 મીટર, ટેન્કમાં ડ્રાઈવર સાથે પાંચ લોકો બેસે તેવી સુવિધા છે. K-9 વજ્ર 21મા સદીના કોઈપણ યુદ્ધને પહોંચી વળવા સક્ષમ છે.


ડિફેન્સ નિષ્ણાંતોના મતે આ ટેન્કને સેલ્ફ પ્રોપેલ્ડ હોવીટઝર ગન કહેવાય છે. આ કે-9 વજ્ર ટેન્ક બોફોર્સ ટેન્કને પણ ટક્કર મારે તેવી છે. બોફોર્સ એક્શનમાં આવતા પહેલા પાછળ જતી હતી. જ્યારે કે-9 ઓટોમેટિક ટેન્ક છે. કે-9 વજ્ર એક સ્વયં-સંચાલિત આટલરી સિસ્ટમ છે, જે 40 કિલોમીટરથી 52 કિ.મી સુધીની મારક ક્ષમતા ધરાવે છે. ઓપરેશનલ રેન્જ 480 કિ.મી છે. કે-9 15 સેકંડની અંદર ત્રણ શેલ છોડી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)


એલએન્ડટીએ મેક-ઇન ઇન્ડિયા હેઠળ હન્વા ટેક વિન દક્ષિણ કોરિયા સાથે કરાર કર્યો છે. જે અનુસાર સુરત હજીરા ખાતે એલએન્ડટી પ્લાન્ટમાં K-9 થંડર 'વજ્ર' આર્ટિલરી સિસ્ટમ્સની 100 ટેન્કનું ઉત્પાદન કરવામાં આવશે. એલએન્ડટી 155 મીમી / 52 કેલિબર ટ્રેકવાળી સ્વ-સંચાલિત બંદૂક સિસ્ટમ્સને 42 મહિનાની અંદર ભારતીય સેનાને સુપરત કરશે. (પ્રતિકાત્મક તસવીર)